જગદીશ વિશ્વકર્માને હવે સત્તાવાર ગુજરાત ભાજપના અધ્યક્ષ જાહેર થઈ ચૂક્યા છે. આ સાથે જ પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ આનાર ચૂંટણી હવે જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ લડાશે. વિશ્વકર્મા માટે અનેક પડકારો સામે આવે તેવી શક્યતાઓ છે. જેમાં સૌથી મોટો પડકાર વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી હશે.
પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટિલની રણનીતિ ગુજરાત ભાજપ માટે ખૂબ અલગ રહી છે. વર્ષ 2022ની વિધનસભાની ચૂંટણીમાં 156 બેઠકો પર જીત મેળવી અને રેકોર્ડ સર્જ્યો હતો. જે કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકીનો રેકોર્ડ ધવસ્ત કર્યો હતો. હવે જગદીશ વિશ્વકર્મા માટે આ રેકોર્ડ જ મોટો પડકાર છે. કારણકે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકોથી વધુ બેઠકો મેળવી એ જ પહેલી ચેલેન્જ રહેશે. બીજી તરફ આમ આદમી પાર્ટીનું સૌરાષ્ટ્રમાં વધતું જતું પ્રભુત્વએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અસર કરશે તો જગદીશ વિશ્વકર્મા માટે પડકાર રહેશે.
ભાજપમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક વિખવાદ સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન નેતાઓ પક્ષથી ઉપરવટ થઈ અને સહકારી ક્ષેત્રમાં ચૂંટણી લડવા લાગ્યા છે. આવનાર સમયમાં ચૂંટણી નજીક આવી રહી છે. આ દરમિયાન ચૂંટણીમાં નેતાઓને ટિકિટ ફાળવણી અને જ્ઞાતી સમીકરણો સાધવા પણ જગદીશ વિશ્વકર્મા માટે પડકાર રૂપ બની શકે છે. મહત્વની વાત એ છે કે, ગુજરાતમાં હવે જૂની-નવી ભાજપ બનવા લાગી છે. ત્યારે આયાતું નેતાથી મૂળ ભાજપના નેતાને જે જોખમનો અનુભવ થાય છે તે દૂર કરવો. જોકે જગદીશ વિશ્વકર્મા સરકાર અને સંગઠન બંનેનો અનુભવ હોવાથી આવનાર સમયમાં આ અનુભવ ઉપયોગી થઈ શકે છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in








