ગુજરાતમાં બહુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં થયેલા ફેરફાર બાદ સચિવાલય તરફથી સિદ્ધપુરના ધારાસભ્ય અને પૂર્વમંત્રી બળવંતસિંહ રાજપૂતને એક પત્ર લખવામાં આવ્યો હતો અને પગાર-ભથ્થાની આકારણી માટે જરુરી વિગત માંગવામાં આવી હતી. જેના જવાબમાં બળવંતસિંહ રાજપૂતે પત્ર લખી અને પગાર ભથ્થા લેવાનો ઈન્કાર કર્યો છે.

મહત્વની વાત એ છે કે, બળવંતસિંહ રાજપૂત જ્યારે ગુજરાત સરકારમાં ધારાસભ્ય કે મંત્રી પદ પર ન હતા અને GIDCમાં ચેરમેન પદ પર હતા. તે દરમિયાન પણ સરકાર પાસેથી કોઈ પણ જાતનો પગાર કે ભથ્થું લેતા ન હતા. ત્યાર બાદ તેઓ ધારાસભ્ય બન્યા અને મંત્રી બન્યા આ દરમિયાન પણ તેમણે કોઈ પગાર કે ભથ્થું લીધું ન હતું, ત્યારે હવે ફરીથી તેમણે પગાર કે ભથ્થું લેવાનો ઇનકાર કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






