ગોંડલમાં પાટીદાર સમાજ દ્વારા રેલી યોજી રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સંગ્રામસિંહજી હાઈસ્કૂલના મેદાનમાં સગીરને ત્રણ શખ્સે ધોકા વડે માર માર્યાની ઘટનામાં પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. 19 માર્ચે સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. ત્યાર બાદ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. ગતરાત્રિના જેલ ચોક પટેલવાડી ખાતે પાટીદાર સમાજની મિટિંગનું આયોજન કરાયું હતું.અને આરોપીઓનો વરઘોડો કાઢવા માટે માંગ ઉઠી છે.
આ પણ વાચો :- ગુજરાતનાં ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવા મુખ્યમંત્રીની મંજૂરી, જાણો કેટલા વર્ષનો કર્યો વધારો
પાટીદાર સમાજના આગેવાનોનું કહેવું છે કે,આરોપીઓનો વરઘોડા કાઢવામાં આવે અને જો આ વાતનું શનિવાર સુધી નિરાકરણ ન આવે તો ગોંડલ બંધનું એલાન આપવામાં આવશે. સગીર પર હુમલાને લઈ પાટીદાર સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે. પોલીસ સામે પાટીદાર અગ્રણી રાજેશ સખીયાએ પ્રહાર કરતા કહ્યું કે,ગોંડલમાં પોલીસવાળા જ મોટા આરોપીઓ છે.ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપી સામે કાર્યવાહીની માગ ઉઠી છે.
આ પણ વાચો :- Kutch : ગુજરાતનું હવામાન હવે કેવું રહેશે? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી
17 વર્ષીય સગીરને માર મારવાનો કેસ :- આ સમગ્ર કેસમાં સામ-સામે ફરિયાદ નોંધાઈ છે.જેમાં ફરિયાદીના દીકરાની જાતીય સતામણીને લઈ વિવાદ વધ્યો હતો અને સગીરને માર મારવામાં આવ્યો હતો.તો મહત્વની વાત તો એ છે કે,સગીર દીકરાના ગુપ્તાંગ ખેંચી સતામણી કર્યાની ફરિયાદ પણ નોંધાઈ છે.જેલચોક પટેલ વાડી ખાતે મોટી સંખ્યામાં પટેલ સમાજ ઉપસ્થિત રહ્યો હતો. મિટિંગમાં પાટીદાર આગેવાનોએ હુંકાર કર્યો હતો કે છેલ્લે સુધી લડી લઈશું, પીછેહઠ કરવામાં આવશે નહિ, ગાંધીનગર સુધી જવાની લડત આપીશું. વધુમાં પકડાયેલા આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢી સરભરા કરવા માગ કરાઇ હતી.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I







