Kutch : ગુજરાતનું હવામાન હવે કેવું રહેશે? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે હવે ગુજરાતનું હવામાન કેવો વળાંક લેશે તે અંગેની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ.ગુરુવારે ગુજરાતના કેટલાક ભાગોના વાતાવરણમાં પલટો આવ્યો હતો. કચ્છ જિલ્લામાં બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેના કારણે ઘણી બધી જગ્યાએ વરસાદી ઝાપટાં પડ્યા હતા. સાથે જ ભુજમાં પણ વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. નખત્રાણાના પાવરપટ્ટી વિસ્તારમાં અચાનક કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે અહીંયા તો રોડ રસ્તા ભીના થઈ ગયા હતા. સાથે જ આ કમોસમી વરસાદને લઈને અહીંયાના ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા હતા.

આ પણ વાચો :- ગુજરાતનાં ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવા મુખ્યમંત્રીની મંજૂરી, જાણો કેટલા વર્ષનો કર્યો વધારો

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બાકીના પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થયો નહીં. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે સામાન્ય કરતાં વધુ હતું. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્યથી વધુ, બાકીના પ્રદેશમાં સામાન્ય રહ્યું હતું. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. બાકીના પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થયો નથી.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે, આવનારા પાંચ દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સૂકું રહેશે. મહત્તમ તાપમાનની વાત કરીએ તો, 24 કલાકમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. તે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાનું અનુમાન છે.

આ પણ વાચો :- Gandhinagar : વિધાનસભામાં અધ્યક્ષ ગુસ્સે થયાં, કહ્યું- “ધારાસભ્યોને ગૃહના નિયમો શીખવા પડશે”

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની હવામાન અંગેની આગાહી સાચી પડી હોય તેમ 20 માર્ચના રોજ કચ્છમાં વરસાદ વરસ્યો હતો. આ માવઠાને કારણે મહત્તમ તાપમાન ઘટશે અને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, 21 એપ્રિલથી તાપમાન વધવાની સંભાવના છે. 26 મે સુધીમાં વાવાઝોડાની સંભાવના છે. માટે આ વર્ષે અમદાવાદ, વડોદરા અને પંચમહાલમાં ભીષણ ગરમી પડવાની સંભાવના છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ તાપમાન વધશે. કચ્છમાં હવાની સાથે ગરમીની સંભાવના છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગુજરાત શિક્ષણ વિભાગે જાહેર કર્યા શ્રેષ્ઠ શિક્ષકોના નામ, રાજ્યના 40 શિક્ષકોનું થશે સન્માન

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2026 માટેના ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ માટે રાજ્યના 40 પ્રતિભાશાળી શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી, નવીન શિક્ષણ પદ્ધતિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં યોગદાન આપનારા આ શિક્ષકોને રાજ્ય કક્ષાના સમારોહમાં સન્માનિત કરવામાં આવશે. રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર એમ ચારેય ઝોનમાંથી શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ થયેલી ચકાસણી અને સમિતિની ભલામણ બાદ રાજ્ય કક્ષાની પસંદગી સમિતિએ ઉમેદવારોની કામગીરીનું મૂલ્યાંકન કરીને અંતિમ પસંદગી કરી હોવાનું જણાવાયું છે. ચારેય ઝોનમાંથી પ્રતિભાશાળી શિક્ષકોની પસંદગી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોમાંથી શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં શિક્ષકોની શૈક્ષણિક કામગીરી ઉપરાંત વિદ્યાર્થીઓના પરિણામો, નવીન પ્રવૃત્તિઓ, શાળાના વિકાસમાં યોગદાન, સામાજિક જવાબદારી…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સ્વાતંત્ર્ય દિવસ સંદેશ: ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047’નો સંકલ્પ

80મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. પોતાના પ્રજાજોગ સંદેશમાં તેમણે રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047’ના નિર્માણમાં ગુજરાતની ભૂમિકા વધુ મજબૂત બનાવવા આહ્વાન કર્યું હતું. મુખ્યમંત્રીએ સ્વતંત્રતા માટે બલિદાન આપનાર નામી-અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓને નમન કરીને તેમના ત્યાગ, તપસ્યા અને બલિદાનને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે આઝાદીના આઠ દાયકા પૂર્ણ કરીને ભારત હવે સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગળ વધી રહ્યું છે. આ યાત્રામાં દેશના ગૌરવ અને સ્વાભિમાનને જાળવીને ભારતને વિશ્વમાં વધુ મજબૂત સ્થાન અપાવવાની જવાબદારી દરેક નાગરિકની છે. 2035 ગુજરાત માટે મહત્વનું વર્ષ ભૂપેન્દ્ર પટેલે પોતાના સંદેશમાં 2035ના વર્ષને ગુજરાત માટે વિશેષ ગણાવ્યું હતું. 2047માં ભારતની આઝાદીની શતાબ્દી ઉજવાશે, તે પહેલાં 2035માં ગુજરાત રાજ્યની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *