Botad : બોટદામાં વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો, SOG પોલીસે બોગસ ડોકટરને ઝડપી પાડયો

રાજ્યમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. બોટદામાં ડિગ્રી વગર પ્રેકટીસ કરનાર વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો છે. બોટાદના ગ્રામ્ય પંથકમાંથી SOG પોલીસે રેડ પાડીને બોગસ ડોકટરને ઝડપી પાડયો છે. આરોપી ભદ્રાવડી ગામે ડિગ્રી વગરનો ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો. પોલીસને બાતમી મળી હતી કે, ડિગ્રી વગરનો ડોકટર સારવારના બહાને લોકો પાસેથી પૈસા પડાવે છે.

આ પણ વાંચો :- Vadodara : વડોદરાના ખાનગી સ્કૂલને ફટકાર્યો દંડ, RTE એક્ટનો અમલ ન થતો હોવાથી કરાઈ કાર્યવાહી

ત્યાર બાદ પોલીસે રેડ પાડીને ડોકટરને ઝડપી પાડ્યો હતો. આરોપી ડોકટરની પૂછપરછ કરતા જાણવા મડ્યું હતું કે, બોગસ ડોક્ટર મૂળ કલકત્તાનો વતની છે. બોટાદના ભદ્રાવડી ગામેથી દવાખાનું ચલાવતો હતો. તેમની પાસેથી પોલીસને ટેબલેટ, સિરપ, ઈન્જેક્શનની સિરિંજ,બી.પી.મીટર મળી આવ્યા હતા. પોલીસે રેડ પાડી આરોપીની અટકાયત કરી હતી. સાથે કુલ રૂ. 15,095નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બોટાદના ભદ્રાવાડીમાંથી ઝડપાયેલ બોગસ ડોક્ટરની અટકાયત કર્યા બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :- Kutch : સરકારી જમીન કૌભાંડ કેસમાં પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા પર કાર્યવાહી, કોર્ટે 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

આવા બની બેઠેલા બોગસ ડોક્ટરો દ્વારા અપાતી સારવાર કારણે લોકોને જીવ ગુમાવવાનું જોખમ રહે છે. પહેલા સમયની જેમ ડોક્ટર પણ આંધળો વિશ્વાસ કરી સારવાર કરાવવાથી આખરે ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. અને એટલે જ તંત્રની સાથે હવે લોકોએ પણ જાગૃત બની ડોક્ટર પાસે સારવાર કરાવા જઈએ ત્યારે તેમની ડિગ્રીની માન્યતા તેમજ કેટલા સમયથી પ્રેકટીસ કરી છે તેવી બાબતોને લઈને જાગૃકતા વધારવી પડશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Jio True : મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True5G ડેટા અને કોલિંગ Unlimited

મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True 5G ડેટા અને કોલિંગ નવી દિલ્હી: True  રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે ઓછા બજેટમાં 5G કનેક્ટિવિટી મેળવવા માગતા હોય તો ₹198નો પ્રીપેડ રિચાર્જ પ્લાન ચર્ચામાં છે. આ પ્લાનમાં યોગ્ય ગ્રાહકોને અનલિમિટેડ Jio True 5G ડેટા સાથે દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા મળે છે. પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. હાલના રિચાર્જ પ્લાન લિસ્ટિંગ મુજબ ₹198ને જિયોના સૌથી ઓછા ભાવવાળા True 5G Unlimited પ્લાન તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે અહીં એક મહત્વની શરત છે. અનલિમિટેડ 5Gનો લાભ દરેક પરિસ્થિતિમાં આપમેળે મળતો નથી. તેનો ઉપયોગ કરવા માટે 5G-સપોર્ટેડ ફોન, જિયોનું True 5G કવરેજ અને પ્લાનની પાત્રતા જરૂરી છે. જિયોની પોતાની માહિતી મુજબ…

Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? Absolute Authority

Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? India નવી દિલ્હી: કોઈ વ્યક્તિ જમીનનો એક નાનો ટુકડો ખરીદે છે. રજિસ્ટ્રી થાય છે, દસ્તાવેજો તેના નામે થાય છે અને ત્યારબાદ તે જમીનને પોતાની મિલકત તરીકે ઓળખાવે છે. પરંતુ અહીં એક મોટો બંધારણીય અને કાનૂની સવાલ ઊભો થાય છે—Indiaની જમીન, નદીઓ, જંગલો અને અન્ય કુદરતી સંસાધનોની આખરે માલિકી કોની છે? શું દેશની તમામ જમીન સરકારની છે? શું નદી કે જંગલ કોઈ વ્યક્તિ પોતાની ખાનગી મિલકત તરીકે ખરીદી શકે? અને જો સરકાર કોઈ ખાનગી જમીન કાયદા હેઠળ હસ્તગત કરી શકે છે, તો ખાનગી માલિકીના અધિકારની હદ કેટલી છે?આ સવાલનો જવાબ એક જ કલમમાં મળતો નથી. Indiaના બંધારણમાં મિલકતનો અધિકાર, રાજ્યની કાયદા બનાવવાની સત્તા, કુદરતી સંસાધનોનું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *