gandhinagar : ગુજરાતી કલાકારની નારાજગીને લઈ કીર્તિદાન ગઢવીનું નિવેદન, કહ્યું- વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે

ગુજરાત સરકારે રાજ્યના ઘણા કલાકારોને વિધાનસભામાં બોલાવ્યા હતા અને ત્યાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર આ મુદ્દે હવે ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોરે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. ગાંધીનગર વિધાનસભામાં ઠાકોર સમાજના કોઈ કલાકારને ના બોલાવતા નારાજગી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો :- gandhinagar : રાજય પોલીસ વડાએ કમિશનર સાથે વીડિયો-કોન્ફરન્સ યોજી, સુરક્ષા અને શાંતિ જાળવવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર કરાઈ ચર્ચા

વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે :- લોકગાયક કીર્તિદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે અને તેમણે કહ્યું કે,વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે. કલાકારોને કોઈ જ્ઞાતિ ધર્મ હોતો નથી. કલા એ જ એમની જ્ઞાતિ અને ધર્મ છે તો વિધાનસભામાં કોઈને આમંત્રણ ન હતુ. સહજ આમંત્રણથી કલાકારો વિધાનસભા ગયા હતા.

કલાકારોના અલગ અલગ ગ્રુપ બની ગયા :- વિક્રમ ઠાકોરે સરકાર સામે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, ગુજરાતમાં કલાકારોના અલગ અલગ ગ્રુપ બની ગયા છે. વિધાનસભામાં ઠાકોર સમાજના બીજા કલાકારોને પણ બોલાવવામાં આવ્યા નથી. આ મુદ્દે ઠાકોર સમાજના નેતાઓએ પણ ધ્યાન આપવું જોઈએ. વિક્રમ ઠાકોરે કહ્યું કે, મને ના બોલાવ્યો એનો વાંધો નથી પણ બીજા ઘણા ઠાકોર સમાજના સારા કલાકાર છે એમને બાકાત રખાયા છે.

આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતનાં 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર, અનેક શહેરોમાં હજી પણ વધશે ગરમી

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ ગુજરાતી કલાકારોને રાજ્ય સરકારે વિધાનસભામાં બોલાવ્યા હતા. ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહિર, કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી સહિતના ઘણા કલાકારોને બોલાવ્યા હતા. વિધાનસભાની કાર્યવાહી જોવા માટે આ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગુજરાતમાં એકસાથે 3 હવામાન સિસ્ટમ સક્રિય, 2થી 4 જુલાઈ વચ્ચે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાની ગતિ હાલ ધીમી જોવા મળી રહી છે, પરંતુ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગ (IMD) અનુસાર હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સિઝનલ ટ્રફ…

સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન ગ્રીન લેઝર લાઇટ, પાઇલટના એલર્ટ બાદ તપાસ શરૂ

સુરત એરપોર્ટ પર શનિવારે રાત્રે વિમાન સુરક્ષા સાથે જોડાયેલી ગંભીર ઘટના સામે આવી છે. દિલ્હીથી સુરત આવી રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન અજાણ્યા શખ્સે વિમાન તરફ ગ્રીન લેઝર લાઇટ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *