રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો, નરોડામાંથી ઝડપાઇ નકલી હોસ્પિટલ

અમદાવાદના નરોડામાંથી નકલી ડોક્ટર સાથે નકલી હોસ્પિટલ પકડાઇ છે. જેમાં નરોડામાં નકલી ડોક્ટર નકલી હોસ્પિટલ ચલાવતો હતો. મળતી માહિતી મુજબ, નકલી ડોક્ટર દ્વારા થ્રી સ્ટાર હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. જેમાં ICU અને ટ્રોમસેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમા હોસ્પિટલના માલિકની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતમાં પવનોની દિશા બદલતા ગરમીમાં થયો ઘટાડો, આવતીકાલથી વધી શકે છે ગરમી

ડિગ્રી વગરનો ડોક્ટર અને રજિસ્ટ્રેશન વગર ચાલતી સમગ્ર હોસ્પિટલનું તંત્ર ચાલતું હતું. જેમાં દર્દીઓને ખોટી રીતે એડમિટ બતાવી મેડિક્લેમ પકવતો હતો. આ ઘટનામાં વીમા કંપનીએ તપાસ કરતા હોસ્પિટલની પોલ ખુલી હતી. જેના આધારે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આ ઘટનામાં તપાસ આદરી હતી. જેમાં ખોટા સિક્કા, ખોટા પેપર્સ , ખોટું સી ફોર્મ અને ખોટા રિપોર્ટ પોલીસે કબજે કર્યા હતા. જેમાં ખોટા બિલો , દર્દીઓ અને રિપોર્ટના આધારે હોસ્પિટલ મેડિક્લેમ પકવતી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો :- Surat : સુરતમાં વિધમી યુવકને 20 વર્ષની કેદની સજા, સગીરા સાથે આચર્યું હતું દુષ્કર્મ

ત્યારે આ કિસ્સામાં નકલી ડોક્ટર ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં છાશવારે નકલી ચીજ વસ્તુઓ પકડાતી રહે છે. જેમાં હળદરથી લઇને નકલી સોડા સહિત ઘણી વસ્તુઓ ભૂતકાળમાં ઝડપાઇ છે. આ ઉપરાંત થોડા મહિનાઓ પહેલા નકલી કોર્ટનું પ્રકરણ સામે આવ્યું હતું. ત્યારે હવે આ બાદ તાજેતરમાં નકલી ડોક્ટર સાથે નકલી હોસ્પિટલ પકડાઇ છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

  • Related Posts

    ફરિયાદ કરો, તપાસ થશે! જાણો AMC વિજિલન્સની કામગીરી

    પંકજ મકવાણા – અમદાવાદ: ફરિયાદથી ફેક્ટ સુધી: અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા ગેરવર્તણૂક અંગે કોઈપણ નાગરિક પાસે વિશ્વસનીય માહિતી કે પુરાવા હોય તો તેની તપાસ માટે AMCનું…

    સુરતના અંબિકામાં મેઘ તાંડવ: 18 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકાર, દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ

    દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *