PM મોદી આજથી બે દિવસ સાઉદી અરેબિયાની મુલાકાતે, ક્રાઉન પ્રિન્સ સાથે આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાઉદી અરેબિયાની મુલાકાત લેશે. આ મુલાકાત સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર થઈ રહી છે. પ્રધાનમંત્રી 22 અને 23 એપ્રિલે જેદ્દાહ શહેરમાં રહેશે. ભારતીય રાજદૂત સુહેલ એજાઝ ખાને સાઉદી અરેબિયાની તેમની મુલાકાત વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી જેદ્દાહ આવી રહ્યા છે. સદીઓથી, જેદ્દાહ ઉમરાહ અને હજ માટે આવતા યાત્રાળુઓ માટે એક બંદર રહ્યું છે. તેમણે કહ્યું કે બંને નેતાઓ, પ્રધાનમંત્રી મોદી અને ક્રાઉન પ્રિન્સ, અહીં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરવાના છે. આ મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં MoU પર હસ્તાક્ષર અને વિનિમય કરવામાં આવશે. તાજેતરમાં જ વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ PMની આ મુલાકાત વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ મુલાકાત ભારત અને સાઉદી અરેબિયાના સંબંધો માટે…
ભાજપ સામે લડ્યા વિના AAPએ હાર કેમ સ્વીકારી? જાણો દિલ્હી MCDનું શું છે ગણિત
આમ આદમી પાર્ટી (AAP) એ દિલ્હીમાં એક મોટો નિર્ણય લીધો છે અને MCD (દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન) માં મેયરની ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. AAP એ સ્વીકાર્યું કે 2022 ની MCD ચૂંટણીમાં જીત હવે તેના હાથમાંથી સરકી ગઈ છે અને બહુમતી હવે ભારતીય જનતા પાર્ટી (BJP) ના હાથમાં છે. આપના દિલ્હી કન્વીનર સૌરભ ભારદ્વાજ અને ભૂતપૂર્વ સીએમ આતિશી માર્લેનાએ સોમવારે સવારે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી મેયરની ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર ઉભા રાખશે નહીં. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 2025-26 કાર્યકાળ માટે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી 25 એપ્રિલ 2025 ના રોજ યોજાવાની છે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં, AAP ની હાર અને ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવી રહી હતી. આવી સ્થિતિમાં, લડવા અને હારવાને બદલે, AAP એ લડ્યા…
Jharkhand: બોકારોમાં નક્સલીઓ સામે મોટી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં 9 નક્સલીઓ ઠાર
સોમવારે સવારે ઝારખંડના બોકારો જિલ્લામાં એક મોટા ઓપરેશનમાં, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના કોબ્રા કમાન્ડો અને સ્થાનિક પોલીસે એક એન્કાઉન્ટરમાં નવ નક્સલીઓને ઠાર કર્યા. લાલપાનિયા વિસ્તારના લુગુ હિલ્સમાં સવારે લગભગ 5:30 વાગ્યે એન્કાઉન્ટર શરૂ થયું. આ ઓપરેશનમાં CRPFની 209 કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન (COBRA) ની ટીમ સામેલ હતી. એક કરોડનું ઇનામ ધરાવતો નક્સલી સહિત ઘણા લોકો માર્યા ગયા માર્યા ગયેલા નક્સલીઓમાંથી એક નક્સલી પર 1 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ એન્કાઉન્ટર લુગુ હિલ્સમાં થયું હતું, જેને લાંબા સમયથી નક્સલ પ્રભાવિત વિસ્તાર માનવામાં આવે છે, જ્યાં સુરક્ષા દળોની હાજરીથી જ સમયાંતરે ગોળીબાર ચાલુ હતો. ઓપરેશન દરમિયાન કોઈ સુરક્ષા કર્મચારી ઘાયલ થયો ન હતો, જે ઓપરેશનની સફળતા દર્શાવે છે. મોટી માત્રામાં શસ્ત્રો મળી…
Jharkhand: કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની ગોળી મારીને હત્યા, ખેતરમાં મળ્યો મૃતદેહ
રવિવારે ઝારખંડના જમશેદપુરના બાલીગુમામાં કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રદેશ પ્રમુખ વિનય સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમનો મૃતદેહ NH-33 પર દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ વળાંકની અંદર લગભગ 500 મીટર દૂર એક ખેતરમાં પડેલો મળી આવ્યો હતો. તેને માથામાં ગોળી વાગી હતી. ઘટનાસ્થળેથી વિનયનું સ્કૂટર અને પિસ્તોલ મળી આવી છે. હાથ અને પગ પર પણ ઘણી ઈજાના નિશાન મળી આવ્યા છે. કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિનય સિંહની હત્યાને લઈને ગુસ્સે ભરાયેલા કરણી સેનાના સભ્યોએ આગચંપી કર્યા બાદ નેશનલ હાઇવે ચક્કાજયાં કર્યો હતો. ત્રણ કલાક પછી, શહેર એસપી દ્વારા આપવામાં આવેલી ખાતરી બાદ વિરોધીઓ સંમત થયા. આ પછી, NH-33 પરનો જામ મોડી રાત્રે 1 વાગ્યે સમાપ્ત થયો. અગાઉ, દિમના રોડ આસ્થા સ્પેસ ટાઉનના રહેવાસી વિનય…
IPL 2025: BCCI એ શુભમન ગિલ સામે કરી મોટી કાર્યવાહી… ફટકાર્યો મોટો દંડ
IPL 2025ની 35મી મેચમાં ગુજરાત ટાઇટન્સ એ દિલ્હી કેપિટલ્સને 7 વિકેટથી હરાવ્યું. ગુજરાત ટાઇટન્સનો હીરો જોસ બટલર હતો, જેણે અણનમ 97 રન બનાવ્યા હતા. બટલરની યાદગાર ઇનિંગ્સના આધારે ગુજરાતે 4 બોલ બાકી રહેતા 204 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. આ જીત સાથે, ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર આવી ગયું છે. આ મેચ ૧૯ એપ્રિલના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી જેમાં BCCI એ ગિલ સામે કાર્યવાહી કરી છે. આ મેચ બાદ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ સામે કાર્યવાહી કરી છે. શુભમન ગિલને સ્લો ઓવર રેટ માટે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ મેચમાં સાત રન બનાવ્યા બાદ રન આઉટ થયેલા શુભમન ગિલ એવા કેપ્ટનોની યાદીમાં જોડાયા…
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, સર્જાયો ભારે વિનાશ…. 3ના મોત
રવિવારે સવારે જમ્મુ-કાશ્મીરના રામબનના ધર્મકુંડમાં અચાનક પૂર આવ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ અચાનક આવેલા પૂરમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગુમ થયો છે અને ઘણા ઘરોને નુકસાન થયું છે. ઉપરાંત, ઘણા લોકો તેમના ઘરોમાં ફસાયેલા છે, તેમને બચાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદને કારણે નાળામાં પાણી વધી ગયું અને અચાનક પૂર આવ્યું. આ પાણી ચેનાબ પુલ પાસે ધર્મકુંડ ગામમાં પ્રવેશ્યું. ગામમાં પાણી ઘૂસી જવાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. અનેક ઘરોને નુકસાન પ્રાપ્ત માહિતી અનુસાર, ગામમાં ઘૂસેલા પૂરના પાણીથી 100 ઘર સંપૂર્ણપણે નાશ પામ્યા છે, જ્યારે 25 થી 30 ઘરોને આંશિક નુકસાન થયું છે.મળતી માહિતી મુજબ, વિસ્તારમાં પાણી…
પંચાંગ : 18 એપ્રિલ 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી પંચમી (પાંચમ) 05:10 PM નક્ષત્ર જ્યેષ્ઠા 08:21 AM કરણ : તૈતુલ 05:10 PM ગરજ 05:10 PM પક્ષ કૃષ્ણ યોગ પરિઘ +01:01 AM દિવસ શુક્રવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:53 AM ચંદ્રોદય 11:51 PM ચંદ્ર રાશિ વૃશ્ચિક સૂર્યાસ્ત 06:48 PM ચંદ્રાસ્ત 09:00 AM ઋતું વસંત હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1947 વિશ્વાવસુ કલિ સંવત 5127 દિન અવધિ…
મેહુલ ચોકસીને ભારત લાવવા માટે CBI અને EDએ શરૂ કરી તૈયારીઓ, 6 અધિકારીઓ જશે બેલ્જિયમ
બેલ્જિયમમાં ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોકસીની ધરપકડ બાદ ભારતીય એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. કોર્ટમાં મેહુલ ચોકસીની સુનાવણી પહેલા ED અને CBI બેલ્જિયમ જવા માટે તૈયાર છે. રિપોર્ટ અનુસાર, CBI અને ED એ બેલ્જિયમ જતા અધિકારીઓની યાદી તૈયાર કરી છે. આ અધિકારીઓ ટૂંક સમયમાં જઈ શકે છે. CBI અને EDના કહેવા પર મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, તે સ્વિટ્ઝર્લૅન્ડ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પ્રત્યાર્પણની વિનંતી બાદ 12 એપ્રિલે ચોક્સીની ધરપકડ કરવામાં આવી હતી. માહિતી અનુસાર, CBI અને EDના ત્રણ-ત્રણ અધિકારીઓને બેલ્જિયમ મોકલવામાં આવશે. તેમની પસંદગી પછી પેપર્સ તૈયાર કરવામાં આવશે. એવી શક્યતા છે કે ચોક્સી પોતાના પ્રત્યાર્પણને રોકવા માટે ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક પણ કરશે. તબીબી આધાર પર માંગ્યા જામીન સોમવારે…
તહવ્વુર રાણાએ NIA પાસેથી શું માંગ્યું? થઈ રહી છે દરરોજ 10 કલાક પૂછપરછ
મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ના અધિકારીઓ દ્વારા હુમલા પાછળના મોટા કાવતરાનો પર્દાફાશ કરવા માટે દરરોજ આઠથી દસ કલાક પૂછપરછ કરવામાં આવી રહી છે. રાણાને ગયા અઠવાડિયે અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. સોમવારે સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે NIA અધિકારીઓ રાણાની તબીબી તપાસ સુનિશ્ચિત કરી રહ્યા છે અને તેમને તેમના વકીલને મળવાની પણ મંજૂરી આપવામાં આવી રહી છે. શુક્રવારે સવારે દિલ્હીની એક કોર્ટે તેને અમેરિકાથી પ્રત્યાર્પણ કર્યા બાદ 18 દિવસની કસ્ટડી માટે તપાસ એજન્સીને સોંપ્યો હતો. આ પણ વાંચો: શેખ હસીનાએ મુહમ્મદ યુનુસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો, જાણો શું કહ્યું 8-10 કલાક થઈ રહી છે પૂછપરછ સૂત્રોએ જણાવ્યું હતું કે 2008માં લશ્કર-એ-તૈયબા દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલા પાછળના મોટા…
અરવલ્લી જિલ્લાના લેઉવા પાટીદાર સમાજની દીકરીએ મેળવ્યો ગોલ્ડ મેડલ, જાણો વિગત
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનાવાડા ગામની લેઉવા પાટીદાર સમાજની દીકરી અને સાસરી અંધારીવાડી જે ફરેડી પ્રા. શાળાની શિક્ષિકા નિલાક્ષીબેન રમેશભાઈ પટેલે ડૉ. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ એમ.એ ના કોર્સમાં પ્રથમ નંબર આવતા આચાર્ય દેવવ્રત રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલ મેળવતા લેઉવા પાટીદાર સમાજનું નામ રોશન કર્યું હતું. નાનકડા ગામમાં ગોલ્ડ મેડલ મળતાની સાથે જ સમગ્ર ગામમાં કફૂસહીનો માહોલ છવાયો હતો. આ સાથે જ અરવલ્લી જિલ્લાના લેઉવા પટેલ સમાજનું ગૌરવ વધારતા જ સમાજના આગેવાનો અને ગ્રામજનો દ્વારા શુભકામના પાઠવવામા આવી હતી. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રફુલભાઈ પાનસેરીયા, UGC ના ચેરમેન એમ. જગદીશ કુમાર તેમજ યુનિવર્સિટીના હોદ્દેદારો, પ્રોફેસર, સહિતના ઉપસ્થિત રહ્યા હતા તેમજ અગાઉ પણ બી.એડ માં પણ પ્રથમ નંબર મેળવીને ગોલ્ડ મેડલ મેળવતા પરિવારમાં…
















