Ahmedabad : ગુજરાતમાં ગરમીના પ્રકોપથી લોકોને આંશિક રાહત,પવનની દિશા બદલાતા ઘટ્યું તાપમાન
આજે રાજ્યનાં તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ગરમીના પ્રકોપથી લોકોને આંશિક રાહત મળી છે.ઉત્તરથી પૂર્વમાં પવનની દિશા બદલાતા તાપમાનનો પારો થોડો નીચે આવ્યો છે. રાજ્યમાં સરેરાશ તાપમાન ઘટતા ગ્રામ્ય વિસ્તાર અને દરિયા કિનારાના સ્થાનો પર વધુ ઠંડક જોવા મળશે. જ્યારે શહેરી વિસ્તારમાં લોકોને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળશે. આ પણ વાંચો :- Rajkot : રાજકોટમાં ફાયર સેફ્ટીના અભાવે 74 હાઇરાઇઝ બિલ્ડીંગોને ફટકારી નોટિસ આગામી પાંચ દિવસ ગરમીના પ્રકોપથી રાહત :- હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ સુધી લોકોને ગરમીના પ્રકોપથી રાહત મળશે. પરંતુ એપ્રિલની શરૂઆતથી જ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જોવા મળી શકે. રાજ્યમાં આ વર્ષે માર્ચ મહિનાના આરંભમાં જ મે જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અને હવે મધ્ય માર્ચમાં ગરમીનું પ્રમાણ…
Rajkot : રાજકોટમાં ફાયર સેફ્ટીના અભાવે 74 હાઇરાઇઝ બિલ્ડીંગોને ફટકારી નોટિસ
રાજકોટમાં ધૂળેટીનાં તહેવારનાં દિવસે રેસીડેન્સીયલ બિલ્ડીંગ એટલાન્ટિસનાં છઠ્ઠા માળે અચાનક આગ લાગી હતી. જેમાં 3 લોકોનાં મોત નિપજ્યા હતા. ત્યાર બાદ રાજકોટ શહેરમાં અનેક બિલ્ડીંગોમા ફાયરનાં નિયમોનું પાલન થતું ન હોવાનું સામે આવ્યું છે. જેમાં શહેરમાં આવેલ અનેક બિલ્ડીંગોમાં ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. તેમજ કેટલીક જગ્યાએ તો ફાયરનાં સાધનો ચાલી શકે તેવી હાલતમાં પણ ન હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ પણ વાંચો :- Aravalli : અરવલ્લીમાં હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ લોકોનાં મોત, રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઇવે કરાવ્યો બંધ આગની ઘટનામાં ત્રણ લોકોનાં મોતને લઈને આવી ઘટનાઓ ફરીવાર ન બને તેને લઇ ફાયર વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટમાં ફાયર વિભાગ NOC અને ફાયર સેફ્ટીના સાધનોને લઈને હાઇરાઇઝ બિલ્ડીંગોમાં…
Aravalli : અરવલ્લીમાં હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ લોકોનાં મોત, રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઇવે કરાવ્યો બંધ
અરવલ્લીમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અરવલ્લીના અણસોલ પાસે હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં ટેન્કર ચાલકે બેદરકારી રીતે ટેન્કરને હાંકી હતી. જેના કારણે બાઈક પર સવાર ત્રણ લોકોના મોત નિપજ્યા છે. ત્યારે આ ઘટનાને લઇ મોડી રાત્રે ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કર્યો હતો. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં કેડિલા કંપનીનાં 4 કર્મચારીઓ થયાં બેભાન, 1 મહિલા કર્મચારીનું મોત મળતી માહિતી મુજબ બાઇક પર સવાર લોકો આસપાસના ગામના હતા. ત્યારે વધુ સ્પીડે જતી ટેન્કરની અડફેટે આવતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. જેના કારણે સ્થાનિકોમાં રોષ ફાટી નિકળ્યો હતો. ત્યારે ફરી આવી ઘટના ન સર્જાય તેને લઇ ગ્રામજનો દ્વારા નેશનલ હાઇવેને બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે કલાકો સુધી હાઈવે…
Ahmedabad : અમદાવાદમાં કેડિલા કંપનીનાં 4 કર્મચારીઓ થયાં બેભાન, 1 મહિલા કર્મચારીનું મોત
અમદાવાદના ધોળકામાં આવેલ કેડીલા કંપનીમાં એક દુર્ઘટના બની હતી. કેડીલા કંપનીના વોશરૂમમાં ત્રણ મહિલાઓ અને એક પુરુષ કર્મચારી અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. આ ઘટનામાં એક મહિલા કર્મચારી, વર્ષા બેન રાજપૂતનું દુઃખદ મૃત્યુ થયું છે. અન્ય 3 કર્મચારીઓ, જેમની હાલત ગંભીર છે, તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યા આ તમામ કર્મચારીઓની સારવાર ચાલી રહી છે. આ પણ વાંચો :- Surat : સુરત પોલીસ એક્શન મોડમાં, ઉધનામાં ગેંગ ચલાવનાર રાહુલના મકાન પર ફર્યુ બુલડોઝર જો કે, હજુ સુધી આ કર્મચારીઓ કેમ કંપનીના વોશરૂમમાં બેભાન થઈ ગયા તે કારણ અકબંધ છે. હાલમાં મૃતક મહિલા કર્મચારીને PM રિપોર્ટ માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પેનલ ડોક્ટર દ્વારા મૃતક મહિલાનું પીએમ કરવામાં આવશે. આ સિવાય FSLની પણ…
Surat : સુરત પોલીસ એક્શન મોડમાં, ઉધનામાં ગેંગ ચલાવનાર રાહુલના મકાન પર ફર્યુ બુલડોઝર
સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ઉધના વિસ્તારમાં ગેંગ ચલાવનાર રાહુલના મકાન પર હથોડા ઝીંકીને ડિમોલેશન કરવામાં આવ્યું હતું. ઉધના પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે આરોપી રાહુના ત્રણ મકાન પર હથોડો અને બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે. આરોપી રાહુલે સરકારી આવાસ નજીક ગેરકાયદે બનાવેલા ત્રણ મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યાં છે.મળતી માહિતી મુજબ, ઉધના વિસ્તારમાં રાહુલ દીપડે દ્વારા ગેરકાયદેસર રીતે ત્રણ મકાન બાંધવામાં આવ્યા હતા. આ પણ વાંચો :- Vadodara : વડોદરાની પોદાર સ્કૂલમાં સંચાલકોની મનમાની, છેલ્લા ત્રણ વર્ષથી વધુ ફી ઉઘરાવતા વાલીમાં રોષ જેનો ઉપયોગ તે અવૈધ પ્રવૃત્તિઓ માટે કરતો હતો. પોલીસે તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ ત્રણ મકાન રાહુલની ગેંગ માટે કેન્દ્રિય હેડક્વાર્ટર તરીકે કામ કરતાં હતા. જ્યાંથી તે અવૈધ ધંધા…
Vadodara : વડોદરાની પોદાર સ્કૂલમાં સંચાલકોની મનમાની, છેલ્લા ત્રણ વર્ષથી વધુ ફી ઉઘરાવતા વાલીમાં રોષ
વડોદરાની પોદાર સ્કૂલમાં સંચાલકોની મનમાની સામે આવી છે. ગુજરાત રાજ્યની શાળાઓને FRCએ નક્કી કરેલી ફી લેવાની હોય છે. ત્યારે આ શાળા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વધુ ફી ઉઘરાવવામાં આવે છે. વધુ ફી ઉઘરાવતા વાલીમાં રોષનો માહોલ છવાયો છે. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં ફરી તંત્રની કાર્યવાહી, ગંદકી- પ્રતિબંધિત પ્લાસ્ટિકને ઉપયોગમાં લેતી 307 દુકાનોને નોટિસ, 8 એકમો કરાયા સીલ મળતી માહિતી મુજબ, પોદાર સ્કૂલ દ્વારા સિનિયર કેજીમાં 33 હજાર સામે 51 હજાર 360 ફી, જુનિયર કેજીમાં 33 હજાર સામે 48 હજાર ફી, નર્સરીમાં 33 હજાર સામે 43 હજાર 200 રૂપિયા ફી ઉઘરાવવામાં આવી રહી છે. આ ઉપરાંત દરેક ધોરણમાં 12 હજારથી 15 હજાર વધુ ફી વસૂલવામાં આવતા વાલીઓને હાલાકી વેઠવાની વારી આવી છે. ત્યારે વધુ…
Ahmedabad : અમદાવાદમાં ફરી તંત્રની કાર્યવાહી, ગંદકી- પ્રતિબંધિત પ્લાસ્ટિકને ઉપયોગમાં લેતી 307 દુકાનોને નોટિસ, 8 એકમો કરાયા સીલ
અમદાવાદમાં ફરી તંત્ર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને જાહેરમાં ગંદકી કરતાં એકમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં કામગીરી દરમિયાન 1.7 કિ.ગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેના સાથે ડેબ્રીજ અને ગંદકી કરવા બદલ 8 એકમોને સીલ કરવામાં આવ્યા છે. તેમજ ઉત્તર ઝોનમાં ગંજદકી કરતાં 307 એકમોને નોટિસ ફટકારીને કુલ રૂ.80,054 જેટલો દંડ વસુલવામાં આવ્યો છે. આ પણ વાંચો :- Surat : સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી!, છેલ્લા 2 વર્ષમાં દુષ્કર્મના 657 કેસ નોંધાયા આ ઉપરાંત તંત્ર દ્વારા આરોગ્ય સાથે ચેડા કરતાં એકમો સામે હજી પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી ન હોવાની પણ સ્થાનિકોની ફરિયાદ રહેલી છે. તેમજ તહેવાર બાદ પણ વિવિધ વિસ્તારોમાં હજી પણ ગંદકીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે.…
‘બધું હાંસલ કર્યું પણ…’, બ્રેટ લીએ ભારતીય કેપ્ટન રોહિત શર્માના ભવિષ્યને લઈને મોટું નિવેદન આપ્યું છે.
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં રોહિત શર્માએ જે રીતે બેટિંગ કરી હતી. તેનાથી ચાહકો અને ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ફાઇનલમાં રોહિતે 76 રનની ઇનિંગ રમી હતી. અને ટીમને ટાઇટલ અપાવવામાં સફળ રહ્યો હતો. રોહિત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતવામાં સફળ રહ્યો હતો. રોહિતે પણ ફાઈનલ પછી જાહેરાત કરી હતી કે, તેની ટેસ્ટ અથવા વનડેમાંથી નિવૃત્તિ લેવાની કોઈ યોજના નથી. રોહિતના આ નિવેદન બાદ પૂર્વ દિગ્ગજ સૈનિકો હિટ મેનના ભવિષ્યને લઈને પોતાના અભિપ્રાય આપી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ પણ રોહિત શર્માની પીચને લઈને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. લીએ પોતાની યુટ્યુબ ચેનલ પર રોહિતના ભવિષ્ય વિશે વાત કરી અને કહ્યું કે હિટ મેન 2027 ODI વર્લ્ડ કપ…
ભારતી સિંહ પીળી સાડી: કોમેડિયન ભારતી સિંહની સ્મિતના ચાહકો દિવાના છે, તે પીળી સાડીમાં ખૂબ જ સુંદર લાગે
કોમેડિયન ભારતી સિંહ જ્યાં પણ જાય છે, તે વાતાવરણને ખુશનુમા બનાવી દે છે. તાજેતરમાં તે ચમકતી પીળી સાડી (ભારતી સિંહ પીળી સાડી) માં જોવા મળી હતી અને તેણે પોતાની અનોખી શૈલીથી લોકોના દિલ જીતી લીધા છે. ભારતી માત્ર એક મહાન કોમેડિયન નથી, પરંતુ તેમનું વ્યક્તિત્વ પણ એટલું જ રંગીન છે. જેટલું તેમને સ્ટેજ પર કામ કરવું પડે છે. ભારતીના હાસ્યનો જાદુ :- ભારતી સિંહે કોમેડીની દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તેમની ચુલબુલી શૈલીએ તેમને લાખો લોકોના હૃદયનો ધબકાર બનાવી દીધા છે. સ્ટેન્ડ-અપ કોમેડી હોય, ટેલિવિઝન શો હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય, ભારતીની હાજરી દરેક જગ્યાએ લોકોને ખુશ કરે છે. જ્યારે પણ તે કોઈપણ સ્ટેજ પર આવે છે, ત્યારે લોકોના ચહેરા પર સ્મિત છવાઈ…
















