BIMSTEC સમિટ 2025: વડાપ્રધાન મોદીએ ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા, 21-પોઇન્ટ એક્શન પ્લાન શેર કર્યો
થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં યોજાઈ રહેલી BIMSTEC સમિટમાં ભારત સહિત 7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભાગ લઈ રહ્યા છે. આ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BIMSTECને પુનર્જીવિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે આ પ્રાદેશિક સહકાર પ્લેટફોર્મને વધુ અસરકારક બનાવવા માટે ઘણા નક્કર પગલાં લીધા છે. પીએમ મોદીએ કોન્ફરન્સમાં 21-પોઇન્ટનો એક્શન પ્લાન રજૂ કર્યો હતો, જેમાં પ્રાદેશિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. યુવાઓને નેતૃત્વ સોંપવાનો પ્રસ્તાવ : પીએમ મોદીએ કોન્ફરન્સમાં કહ્યું હતું કે BIMSTEC ને સક્રિય કરવામાં અને તેના અસરકારક સંચાલનમાં આપણા યુવા નેતૃત્વનું મહત્વનું યોગદાન રહેશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે યુવાનોના નેતૃત્વમાં BIMSTECને નવી દિશા મળશે અને આ સંગઠન પ્રાદેશિક સહયોગ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ બનશે. તેમણે કહ્યું કે આ પહેલને સામૂહિક પ્રયાસોથી…
બાંગ્લાદેશી ઘૂસણખોરોએ BSF સૈનિકો પર હુમલો કર્યો, ભારતીય સેનાએ ગોળીબાર કરીને જવાબ આપ્યો; એક યુવક ઘાયલ
પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર બાંગ્લાદેશી ઘૂસણખોરોએ ફરી એકવાર હિંસક હુમલો કર્યો છે. ગુરુવારે લગભગ 2:15 વાગ્યે, સરહદ ચોકી મહેન્દ્ર પર તૈનાત BSFની 194મી બટાલિયનના જવાનોએ કેટલાક શંકાસ્પદ બાંગ્લાદેશી ઘૂસણખોરોને સરહદ પાર કરતા જોયા. આ ઘૂસણખોરોએ સરહદની વાડ તરફ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય સૈનિકોને તરત જ આ વાતનો અહેસાસ થયો અને તેમને રોકવાની ચેતવણી આપી. જ્યારે ઘૂસણખોરોએ આ ચેતવણીની અવગણના કરી, ત્યારે સૈનિકોએ પરિસ્થિતિની ગંભીરતાને સમજીને સ્વબચાવમાં ગોળીબાર કર્યો. હુમલાખોરોએ સૈનિક પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો :જ્યારે સૈનિકોએ ઘૂસણખોરોને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ગુનેગારોએ તેમના પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવાનું શરૂ કર્યું. હુમલો એટલો ગંભીર હતો કે એક જવાનને માથામાં વાગતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. જોકે, બીએસએફના અન્ય જવાનો…
થાઈલેન્ડમાં વડાપ્રધાન મોદી અને મોહમ્મદ યુનુસની થઈ શકે છે મુલાકાત, જાણો શું છે મામલો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી BIMSTEC સમિટમાં ભાગ લેવા માટે થાઈલેન્ડના બેંગકોક પહોંચ્યા છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ પણ આ પરિષદમાં હાજરી આપશે. બાંગ્લાદેશે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠકની વિનંતી કરી છે, જ્યાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. બાંગ્લાદેશના અખબાર ધ ડેઇલી સ્ટાર અનુસાર, બાંગ્લાદેશના ઉચ્ચ પ્રતિનિધિ ખલીલુર રહેમાને મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશે અગાઉ વડાપ્રધાન મોદી અને મુહમ્મદ યુનુસ વચ્ચે મુલાકાતની વિનંતી કરી હતી પરંતુ અત્યાર સુધી આ મુલાકાત શક્ય બની નથી. હવે, આ બેઠક BIMSTEC સમિટ દરમિયાન થવાની શક્યતા વધુ છે. 4 એપ્રિલે થઈ શકે છે મુલાકાતનામ ન આપવાની શરતે એક રાજદ્વારી સૂત્રએ ધ ડેઇલી સ્ટારને પુષ્ટિ આપી કે વડાપ્રધાન મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચેની મુલાકાત 4 એપ્રિલે થશે.…
BIMSTEC સમિટમાં ભાગ લેવા PM મોદી પહોંચ્યા થાઇલેન્ડ, આ નેતાઓ સાથે કરી શકે છે મુલાકાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે બે દિવસની મુલાકાતે થાઇલેન્ડ પહોંચ્યા છે. જ્યાં તેઓ BIMSTEC સમિટમાં હાજરી આપશે અને વિવિધ દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે. પોતાની મુલાકાત વિશે માહિતી શેર કરતા વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, “આગામી ત્રણ દિવસમાં, હું થાઇલેન્ડ અને શ્રીલંકાની મુલાકાત લઈશ અને આ દેશો અને BIMSTEC દેશો સાથે ભારતના સહયોગને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈશ.” થાઇલેન્ડમાં પ્રધાનમંત્રીનો કાર્યક્રમપ્રધાનમંત્રી મોદી બેંગકોકમાં થાઇલેન્ડના પ્રધાનમંત્રી પૈતોગતાર્ન શિનાવાત્રાને મળશે અને બંને દેશો વચ્ચે પરસ્પર સહયોગના તમામ પાસાઓ પર ચર્ચા કરશે. આ ઉપરાંત, તેઓ થાઇલેન્ડના રાજા મહા વજીરાલોંગકોર્ન (રામા દસમાં) ને પણ મળશે. ગુરુવારે સાંજે, વડાપ્રધાન મોદી મોદી BIMSTEC સમિટમાં હાજરી આપશે, જેમાં બંગાળની ખાડી ક્ષેત્રના સાત દેશોના નેતાઓ હાજરી આપશે. BIMSTEC માં PM મોદી આ નેતાઓને…
રાજ્યસભામાં વક્ફ બિલ થયું રજૂ, રિજિજુએ કહ્યું- સમર્થનમાં એક કરોડ સૂચનો મળ્યા
રાજ્યસભામાં વકફ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ રાજ્યસભામાં બિલ રજૂ કરીને તેમના સંબોધનની શરૂઆત કરી છે. રિજિજુએ કહ્યું કે દેશની આઝાદી પછી, 1954 માં, રાજ્યોમાં વકફ અંગે એક બોર્ડની રચના કરવામાં આવી હતી. આ અંગેનો વિગતવાર કાયદો ૧૯૯૫માં આવ્યો. વકફ અંગે સ્પષ્ટ કાયદા બનાવવામાં આવ્યા. વર્ષ 2013 માં, યુપીએ સરકારે ચૂંટણી સમયે વકફ કાયદામાં કેટલાક ફેરફારો કર્યા. તે સમયે JPC ની રચના પણ કરવામાં આવી હતી, જેમાં 13 સભ્યો હતા. આ વખતે ૩૧ સભ્યો હતા. તે વખતે JPC ની 22 બેઠકો હતી અને આ વખતે 36 બેઠકો હતી. તે સમયે, 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને આ વખતે 25 રાજ્યોની સાથે ઘણી અન્ય સંસ્થાઓ…
Delhi : વક્ફ સુધારા બિલ લોકસભામાં પસાર, હવે રાજ્યસભામાં થશે લિટમસ ટેસ્ટ, જાણો શું છે નંબર ગેમ
બુધવારે રાત્રે લગભગ 1 વાગ્યે લોકસભાએ વકફ સુધારા બિલને બહુમતીથી પસાર કર્યું. બિલના પક્ષમાં 288 મત પડ્યા, જ્યારે તેની વિરુદ્ધમાં 232 મત પડ્યા. ગૃહે વિપક્ષના તમામ સુધારાઓને ધ્વનિ મતથી નકારી કાઢ્યા. વિપક્ષી સાંસદ એનકે પ્રેમચંદ્રનના સુધારા પ્રસ્તાવ પર સવારે 1.15 વાગ્યે મતદાન થયું, જેને 231 વિરુદ્ધ 288 મતોથી નકારી કાઢવામાં આવ્યું. બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યો ન રાખવાનો પ્રસ્તાવ હતો. લોકસભામાં આ બિલ પર 12 કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઈ. હવે આ બિલ આજે એટલે કે ગુરુવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. લોકસભામાં પસાર થયા બાદ, વક્ફ સુધારા બિલ ગુરુવારે રાજ્યસભામાં રજૂ થવા જઈ રહ્યું છે. જોકે, કેન્દ્ર સરકારને રાજ્યસભામાં બહુ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. NDAમાં સમાવિષ્ટ JDU, TDP, શિવસેના (એકનાથ શિંદે) અને NCPને સમર્થન મળશે. સંસદીય…
IPL 2025: જસપ્રીત બુમરાહની વાપસી અંગે મોટા સમાચાર, જાણો ક્યારે કરશે કમબેક
IPLની સફર દિવસે ને દિવસે રોમાંચક બની રહી છે. આ દરમિયાન IPL 2025 વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચારથી મુંબઈ ઈન્ડિયન્સનું ટેન્શન વધારી શકે છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસીમાં વિલંબ થઈ શકે છે. માર્ચ મહિનામાં IPL 2025માં બુમરાહ MI માટે ત્રણ મેચ ગુમાવશે તેવી અપેક્ષા હતી. હવે સમાચાર છે કે બુમરાહની વાપસીમાં થોડો વધુ સમય લાગી શકે છે. હજુ બૂમરાહને સાજા થવામાં હજુ ઓછામાં ઓછા એક અઠવાડિયાનો સામે લાગશે. એટલે કે આ સિઝનમાં બૂમરાહ રમે તેવી શક્યતા નથી. ફક્ત બુમરાહ જ નહીં પરંતુ આકાશ દીપની વાપસીમાં પણ સમય લાગી શકે છે. આકાશ દીપ આવતા અઠવાડિયા સુધીમાં પાછા ફરે તેવી અપેક્ષા છે. બંને ખેલાડીઓએ ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી ક્રિકેટ રમી નથી.…
Chhattisgarh: પૂર્વ CM ભૂપેશ બઘેલની મુશ્કેલીમાં થયો વધારો… CBIએ આ કૌભાંડમાં બનાવ્યા આરોપી, જાણો વિગત
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન . સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ તેમને મહાદેવ એપ કૌભાંડમાં આરોપી બનાવ્યા છે. CBIએ 6000 કરોડ રૂપિયાના ઓનલાઈન સટ્ટાબાજી કૌભાંડ સંબંધિત કેસમાં FIRમાં બઘેલનું નામ સામેલ કર્યું છે. એજન્સીએ ચાર રાજ્યોમાં 60 સ્થળોએ દરોડા પાડ્યાના એક અઠવાડિયા પછી આ ઘટનાક્રમ સામે આવ્યો છે, જેમાં બઘેલના નિવાસસ્થાન અને કેટલાક અમલદારો અને પોલીસ અધિકારીઓના ઘરોનો સમાવેશ થાય છે. FIRમાં જણાવાયું છે કે મહાદેવ બુક એપના માલિકોએ પોલીસ અધિકારીઓ, વહીવટી અધિકારીઓ અને પ્રભાવશાળી રાજકીય વ્યક્તિઓને સુરક્ષા મની તરીકે મોટી રકમ આપી હતી જેથી તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કોઈ કાર્યવાહી ન થાય. આ પૈસા હવાલા દ્વારા પોલીસ અને વહીવટી અધિકારીઓને મોકલવામાં આવતા હતા અને પછી વરિષ્ઠ…
Jio, Airtel અને Viના યુઝર્સ માટે શરૂ થઈ આ ખાસ સર્વિસ, TRAIના નિર્દેશની જોવા મળી અસર
રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા જો આ ત્રણમાંથી કોઈ પણ કંપનીના સીમકાર્ડનો ઉપયોગ તમે કરી રહ્યા છો તો તો તમારા માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. Jio, Airtel અને VI એ તેમના કરોડો યુઝર્સ માટે એક નવી સેવા શરૂ કરી છે. ટેલિકોમ કંપનીઓએ તેમની સંબંધિત વેબસાઇટ્સ પર તેમના નેટવર્ક કવરેજ નકશા અપલોડ કર્યા છે. થોડા સમય પહેલા, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ટેલિકોમ કંપનીઓને વેબસાઇટ પર નેટવર્ક કવરેજ મેપ બતાવવાનો નિર્દેશ આપ્યો હતો. ટ્રાઈના આ નિર્દેશ પાછળનો હેતુ મોબાઈલ યુઝર્સ ને કંપનીની વાયરલેસ અને બ્રોડબેન્ડ સેવાઓ ક્યાં ઉપલબ્ધ છે તે જાણવાનો હતો. જેને લઈ હવે ત્રણ કંપનીઑએ આ નકશા અપલોડ કર્યા છે. ટેલિકોમ ટોકના એક અહેવાલ મુજબ, ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને નિર્દેશો જારી કરતી વખતે કહ્યું…
શું છે વક્ફ સુધારા બિલ, સરકારને આ બિલ લાવવાની કેમ પડી જરૂર.. જાણો A to Z
આજે લોકસભામાં મહત્વનું બિલ રજૂ થવા જય રહ્યું છે. કેન્દ્ર સરકાર બુધવારે સંસદમાં વક્ફ સુધારા બિલ રજૂ કરવા જઈ રહી છે. સરકારનું કહેવું છે કે આના દ્વારા તે વકફ સંબંધિત મિલકતોનું વધુ સારું સંચાલન સુનિશ્ચિત કરશે. જોકે, આ બિલનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષી નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે આવા બિલથી મુસ્લિમ પક્ષની શક્તિ ઓછી થશે અને વક્ફ પર સરકારી નિયંત્રણ વધશે. ત્યારે સામાન્ય રીતે વકફ સનશોધન બિલ શું છે અને સરકારને હાલના વક્ફ કાયદામાં સુધારો કરવાની જરૂર કેમ પડી? વક્ફ બોર્ડ પાસે કેટલી જમીન છે? આ બિલ પર સરકારનું શું કહેવું છે? વકફ અંગે અત્યાર સુધી કઈ ફરિયાદો મળી છે? આવા પ્રશ્નો મનમાં થવા સામાન્ય છે. શું છે વકફ ?વકફ એ કોઈપણ જંગમ અથવા…
















