પુણ્ય કમાવવાનો અવસર: માઘ પૂર્ણિમા પર ‘રવિ પુષ્ય યોગ’નો મહાસંયોગ

હિન્દુ ધર્મમાં માઘ માસની પૂર્ણિમાનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે અને વર્ષ 2026માં આ દિવસ શ્રદ્ધાળુઓ માટે બમણું પુણ્ય લઈને આવી રહ્યો છે. 1 ફેબ્રુઆરી, રવિવારના રોજ ઉજવાતી આ પૂર્ણિમા માઘ સ્નાનનો અંતિમ દિવસ છે.

ધાર્મિક માન્યતા મુજબ, આ દિવસે દેવતાઓ સ્વર્ગમાંથી ઉતરીને પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. તેથી, ગંગા કે અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અશ્વમેધ યજ્ઞ જેવું ફળ મળે છે. આ વર્ષે રવિવારે આવી પૂર્ણિમા સૂર્ય ઉત્તરાયણમાં હોવાને કારણે સૌભાગ્ય અને આરોગ્ય માટે ખૂબ શુભ માનવામાં આવે છે.

રવિ પુષ્ય યોગ
આ વર્ષે માઘ પૂર્ણિમા પર સવારે 7:09 થી 11:58 સુધી ‘રવિ પુષ્ય યોગ’નો સંયોગ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવેલું દાન અને પૂજા અક્ષય ફળ આપે છે. શ્રદ્ધાળુઓ માટે શ્રેષ્ઠ સમય 5:24 થી 6:17 ‘બ્રહ્મ મુહૂર્ત’માં સ્નાન કરવાનો છે.

સ્નાન અને પૂજા વિધિ
– જો નદીમાં જવું શક્ય ન હોય, તો ઘરે જ સ્નાનના પાણીમાં ગંગાજળ ઉમેરીને સૂર્યદેવના મંત્રોચ્ચાર સાથે સ્નાન કરવું.
– પિતૃઓનું તર્પણ કરવાથી તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પરિવાર પર પિતૃકૃપા રહે છે.
– સ્નાન બાદ ભગવાન સત્યનારાયણની કથા અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક સંકડામણ દૂર થાય છે.
– સાંજે ચંદ્રદેવને અર્ધ્ય આપીને ઉપવાસ પૂર્ણ કરવાનો રિવાજ છે.

દાનનો મહિમા
શાસ્ત્રો અનુસાર, આ દિવસે ગરીબોને ગરમ વસ્ત્રો, તલ, ગોળ અને અન્નનું દાન કરવાથી જન્મ-જન્માંતરના પાપોમાંથી મુક્તિ મળે છે.

માઘ પૂર્ણિમા એ આખા મહિનાના સંયમ અને સાધનાનું ફળ મેળવવાનો દિવસ છે. શ્રદ્ધાળુઓ આ પવિત્ર અવસરનો લાભ લઈને જીવનમાં સકારાત્મકતા લાવી શકે છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

સુનેત્રા પવાર બન્યા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી, પહેલું નિવેદન આવ્યું સામે

સુનેત્રા પવારે આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા. શપથ લીધા પછી તેમણે ટ્વીટ કર્યું, જે વાંચીને તમારી આંખો પણ ભીની થઈ જશે. સુનેત્રાએ…

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ, ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર

કચ્છના ગૌરવમાં વધારો: બન્નીનું રતન ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર કરાઈ છે.ગુજરાતનું આ પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છે છારી-ઢંઢ.ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત…