ગુજરાત સરકારનું 10 વર્ષીય ભરતી કેલેન્ડર જાહેર, 2 લાખથી વધુ સરકારી નોકરીઓ મળશે

ગુજરાત સરકારે રોજગારી ક્ષેત્રે મોટું પગલું ભરતા 10 વર્ષીય ભરતી કેલેન્ડર (2024-2033) જાહેર કર્યું છે. આ યોજના હેઠળ રાજ્યના વિવિધ વિભાગોમાં 2 લાખથી વધુ સરકારી ભરતી કરવામાં આવશે, જેના કારણે યુવાનો માટે રોજગારીની મોટી તકો ઉભી થશે.

વિધાનસભામાં સામાન્ય વહીવટ વિભાગની અંદાજપત્રીય માગણીઓ પર ચર્ચા દરમિયાન મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર ‘સુશાસન, સેવા, સંકલ્પ અને સમર્પણ’ના મંત્ર સાથે કાર્ય કરી રહી છે.

GYAN આધારિત બજેટ પર ભાર
વર્ષ 2026-27ના બજેટમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

UPSC તાલીમ માટે ખાસ આયોજન
રાજ્યના યુવાનોને રાષ્ટ્રીય સ્તરે આગળ લાવવા માટે SPIPA દ્વારા UPSC તાલીમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા ખાતે 635 ઉમેદવારો તાલીમ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 348 ઉમેદવારો UPSCમાં સફળ થયા છે.

વિકાસ માટે ગ્રાંટમાં વધારો
– ધારાસભ્ય વિસ્તાર વિકાસ ગ્રાંટ ₹1.5 કરોડથી વધારી ₹2.5 કરોડ
– જિલ્લા આયોજન માટે ₹500 કરોડનો વધારો
– જિલ્લા પંચાયત પ્રમુખોને ₹1 કરોડ ફાળવણી
– નગરપાલિકા ગ્રાંટમાં પણ વધારો
– કર્મચારીઓ માટે સ્વાસ્થ્ય સુરક્ષા
‘ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના’ હેઠળ 6.5 લાખ કર્મચારીઓને ₹10 લાખ સુધીની કેશલેસ સારવારની સુવિધા આપવામાં આવી છે.

ડિજિટલ પારદર્શિતા તરફ પગલું
‘CM ડેશબોર્ડ’, ‘મારી યોજના પોર્ટલ’ અને ‘આયોજન પોર્ટલ’ દ્વારા 680થી વધુ યોજનાઓની માહિતી ઓનલાઈન ઉપલબ્ધ કરાઈ છે.

અન્ય મહત્વપૂર્ણ પગલાં:
– ‘ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)’ રચના
– ‘મિશન કર્મયોગી’ હેઠળ 1.75 લાખ કર્મચારીઓને તાલીમ
– ‘RTPMS 2.0’ દ્વારા અધિકારીઓની કામગીરીનું રિયલ-ટાઈમ મૂલ્યાંકન

આમ, રાજ્ય સરકારે રોજગારી, વિકાસ અને પારદર્શિતા તરફ મહત્વપૂર્ણ પગલાં ભરતા યુવાનો અને નાગરિકો માટે નવી આશા ઉભી કરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત બાદ NHAIનો મોટો નિર્ણય, ટોલ વસૂલાત બંધ

    ઉત્તર પ્રદેશના કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત સામે આવ્યા બાદ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)એ કડક કાર્યવાહી શરૂ કરી છે. એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની ગુણવત્તા અંગે ઉઠેલા પ્રશ્નોને ગંભીરતાથી લઈ NHAIએ માર્ગનું સંપૂર્ણ સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ દરમિયાન એક્સપ્રેસવે પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી કોઈપણ પ્રકારનો ટોલ લેવામાં આવશે નહીં. NHAIના આ નિર્ણયને માર્ગ નિર્માણમાં ગુણવત્તા જાળવવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે ટોલ બંધ રહેવાના કારણે થનારા આવકના નુકસાનની ભરપાઈ સરકાર નહીં કરે, પરંતુ સંબંધિત માર્ગ નિર્માણ કંપની પાસેથી વસૂલવામાં આવશે. એક્સપ્રેસવે રસ્તાની ખરાબ સ્થિતિને લઈને ઉઠ્યા સવાલ તાજેતરમાં કાનપુર-લખનૌ એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની સપાટી ખરાબ થઈ જવાની ફરિયાદો…

    કાશ્મીરમાં મોસ્ટ વોન્ટેડ લશ્કર આતંકી મોહમ્મદ લતીફ ભટ સામે સુરક્ષા એજન્સીઓનો સિકંજો, શ્રીનગરમાં ‘વોન્ટેડ’ પોસ્ટરો

    જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે ચાલી રહેલા અભિયાનને વધુ તીવ્ર બનાવતાં ભારતીય સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબા (LeT)ના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મોહમ્મદ લતીફ ભટને ઝડપી પાડવા માટે વ્યાપક કાર્યવાહી શરૂ કરી છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ કાશ્મીરમાં તાજેતરમાં થયેલી લક્ષિત હત્યાઓમાં તેની સંડોવણી હોવાની શંકા છે. આ કેસમાં એક પોલીસ જવાન અને બે પરપ્રાંતીય મજૂરોની હત્યા બાદ સુરક્ષા દળોએ સમગ્ર કાશ્મીર ખીણમાં સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સુધી ઝડપથી પહોંચી શકાય તે માટે પોલીસે અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સામાન્ય નાગરિકોનો સહયોગ મેળવવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત શ્રીનગર શહેરના વિવિધ જાહેર સ્થળો, મુખ્ય માર્ગો અને પ્રેસ એન્ક્લેવ સહિતના વિસ્તારોમાં મોહમ્મદ લતીફ ભટના ફોટોગ્રાફ સાથે ‘વોન્ટેડ’ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં તેની ઓળખ અંગે માહિતી આપવામાં આવી…