અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ‘વિકાસદીપ’ યોજનાથી બંદીવાનોના સંતાનોને પ્રોત્સાહન

એક બંદીવાનનો પુત્ર લોકરક્ષક અને બીજા બંદીવાનનો પુત્ર જુનિયર ક્લાર્ક તરીકે ઉત્તીર્ણ થયો: બંને તેજસ્વી યુવાનોને રૂા. ૧૫,૦૦૧/- નું રોકડ પુરસ્કાર, મોમેન્ટો તેમજ પ્રશંસાપત્રથી સન્માનિત કરાયા રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના હસ્તે અપાયા રોકડ પુરસ્કાર.

જેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી પણ સુધારણાની પાઠશાળા, બંદીવાનોના બાળકો શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધી ઉજ્જવળ ભવિષ્ય બનાવે તે માટે જેલ વિભાગ સતત પ્રયત્નશીલ છે: રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ

જેલના ચાર દીવાલો પાછળ સજા કાપી રહેલા બંદીવાનોના સંતાનો સમાજમાં ગૌરવભેર આગળ વધે અને સરકારી સેવાઓમાં જોડાય તેવા ઉમદા આશય સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં અમલી કરાયેલી ‘વિકાસદીપ’ યોજના અંતર્ગત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે એક વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના અધ્યક્ષ સ્થાને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થયેલા બંદીવાનોના સંતાનોને રોકડ ઈનામ અને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન મુખ્યત્વે બે બંદીવાનના દીકરાઓ એવા તેજસ્વી યુવાનોની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. અમદાવાદ મધ્યસ્થ જેલના બંદીવાન રાજેન્દ્રસિંહ જટુભા જાડેજાના પુત્ર, જેમણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ-2024 ની પ્રક્રિયા પૂર્ણ કરી ‘અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ’ તરીકે પસંદગી મેળવી છે. તે ઉપરાંત રાજકોટ મધ્યસ્થ જેલના જેલમુક્ત પાકા બંદીવાન સુરસંગભાઈ સોલંકીના પુત્ર, જેમણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પાસ કરી સુરત ખાતે ‘જુનિયર ક્લાર્ક’ (અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ) તરીકે નિમણૂંક મેળવી છે.

બંને તેજસ્વી યુવાનોને રાજ્યના પોલીસ વડાશ્રીના હસ્તે ‘વિકાસદીપ’ યોજના હેઠળ રૂા. ૧૫,૦૦૧/- નું રોકડ પુરસ્કાર, યાદગાર મોમેન્ટો તેમજ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

આ અવસરે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે જણાવ્યું હતું કે, જેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી પણ સુધારણાની પાઠશાળા છે. બંદીવાનોના બાળકો શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધી ઉજ્જવળ ભવિષ્ય બનાવે તે માટે જેલ વિભાગ સતત પ્રયત્નશીલ છે.

આ પ્રસંગે જેલ મહાનિરીક્ષકશ્રી, અમદાવાદ જેલ અધિક્ષક શ્રી ગૌરવ અગ્રવાલ, નાયબ અધિક્ષક પી.આઈ. સોલંકી, અન્ય ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. જેલ પ્રશાસનની આ સુધારાત્મક પ્રવૃત્તિને હાજર સૌએ હૃદયપૂર્વક વધાવી લીધી હતી.

છેલ્લા બે વર્ષમાં અપાયેલા પ્રોત્સાહનો:

1. ‘એક નઈ ઉમ્મીદ’ યોજના: રાજ્યની જેલોમાં રહેલા બંદીવાનોને ધોરણ 10, ધોરણ 12 તથા હાયર પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલા 57 બંદીવાનોને તા.12/08/2024ના રોજ રૂ.74,057/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ તેમજ પ્રશંસાપત્ર આપવામાં આવ્યા હતા.

2. પાકા બંદીવાનોના 77 બાળકોને પ્રોત્સાહન: 38 પાકા બંદીવાનોના કુલ 39 બાળકોને તા.21-11-2024ના રોજ રૂ.54,038/- તથા તા.25-06-2025ના રોજ પાકા 34 બંદીવાનોના કુલ 38 બાળકોને રૂ.47,538/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ તેમજ પ્રશંસાપત્ર આપવામાં આવ્યા હતા.

3. 10 બંદીવાનોના બાળકો: તા.22/01/2026ના રોજ કુલ પાકા 10 બંદીવાનના 10 બાળકોને રૂ.11,500/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ તેમજ પ્રશંસાપત્ર આપવામાં આવ્યા.

4. 51 બંદીવાનો: રાજ્યની જેલોમાં રહેલ બંદીવાનોને ‘એક નઈ ઉમ્મીદ’ યોજના અન્વયે ધોરણ 10 અને ધોરણ 12માં ઉત્તીર્ણ થયેલ ક્રાયા/પાકા/પાસા હેઠળ રહેલ કુલ 51 બંદીવાનોને તા.25-06-2025ના રોજ રૂ.57,551/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ આપવામાં આવેલ.

5. તા.22/01/2026ના રોજ કુલ 01 બંદીવાનોને રૂ.1,501/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ આપવામાં આવ્યું.

 

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

  • Related Posts

    Gandhinagar : ભાજપમાં ‘નો રિપીટ થીયરી’ નહીં, નવા ચહેરાઓ પર દાવ: 10થી 12 વર્તમાન કોર્પોરેટરોને ફરી ટિકિટ મળવાની શક્યતા

    Gandhinagar : ભાજપમાં ‘નો રિપીટ થીયરી’ નહીં, નવા ચહેરાઓ પર દાવ: 10થી 12 વર્તમાન કોર્પોરેટરોને ફરી ટિકિટ મળવાની શક્યતા Gandhinagar મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ હવે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીને લઈને અંતિમ તબક્કાની ચર્ચાઓ ચાલી રહી છે.આ દરમિયાન ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં Gandhinagar મનપાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી અંગે મંથન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અહેવાલો મુજબ ભાજપ આ વખતે સંપૂર્ણ ‘નો રિપીટ થીયરી’ અપનાવવાને બદલે મોટા ભાગના વોર્ડમાં નવા ચહેરાઓને તક આપવાની દિશામાં આગળ વધી શકે છે. -> 44 બેઠકો માટે 700થી વધુ દાવેદારો :…

    Sola સિવિલમાં એક જ દિવસમાં 13 જટિલ ઓર્થોપેડિક સર્જરી સફળ, PMJAY-MA હેઠળ દર્દીઓને વિનામૂલ્યે સારવાર

    Sola સિવિલમાં એક જ દિવસમાં 13 જટિલ ઓર્થોપેડિક સર્જરી સફળ, PMJAY-MA હેઠળ દર્દીઓને વિનામૂલ્યે સારવાર અમદાવાદની  Sola GMERS મેડિકલ કોલેજ અને Sola સિવિલ હોસ્પિટલ ખાતે તબીબી ક્ષેત્રે વધુ એક નોંધપાત્ર કામગીરી સામે આવી છે. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગ દ્વારા 23 સપ્ટેમ્બર 2026ના રોજ એક જ દિવસમાં કુલ 13 જેટલી જટિલ ઓર્થોપેડિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. આ તમામ સર્જરીઓ દરમિયાન દર્દીઓની સલામતી, સારવારની ગુણવત્તા અને આધુનિક તબીબી પદ્ધતિઓને પ્રાથમિકતા આપવામાં આવી હતી. Sola સિવિલ હોસ્પિટલમાં થયેલી આ સર્જરીઓમાં વિવિધ પ્રકારની જટિલ અને પડકારજનક ઓર્થોપેડિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. જેમાં 3 ટોટલ ની-રિપ્લેસમેન્ટ, 1 યુનિકોન્ડાઇલર ની-રિપ્લેસમેન્ટ, સ્કેફોઇડ નોન-યુનિયન માટે બોન ગ્રાફ્ટ તથા ફિક્સેશન ઉપરાંત વિવિધ પ્રકારની ગંભીર ટ્રોમા સર્જરી કરવામાં આવી હતી. -> PMJAY-MA યોજના હેઠળ વિનામૂલ્યે સારવાર : આ…