અલ-ફલાહ યુનિવર્સિટી: 200થી વધુ કર્મચારીઓ એજન્સીની તપાસ હેઠળ, પોલીસ તપાસનો ધમધમાટ

દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટના કેસમાં તપાસનો ધમધમાટ હવે ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી સુધી પહોંચ્યો છે. અહેવાલો મુજબ, યુનિવર્સિટીના 200થી વધુ ડોક્ટરો, લેક્ચરર્સ અને સ્ટાફ સભ્યો હવે એજન્સીઓના રડાર પર છે.

તપાસ એજન્સીઓએ એક વ્હાઇટ-કોલર આતંકી મોડ્યુલના ખુલાસા બાદ યુનિવર્સિટીના સ્ટાફના લોકર અને બહાર રહેતા વિદ્યાર્થીઓના રૂમની પણ તપાસ શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં 1,000થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે.

એજન્સીઓ દ્વારા તપાસના મુખ્ય મુદ્દા
– યુનિવર્સિટીની અંદર કોઈ હેન્ડલર હાજર હતો કે નહીં તે શોધી રહી છે.
– આત્મઘાતી બોમ્બર ડૉ. ઉમર ઉન નબીને વિશેષ સુવિધાઓ આપવામાં આવી હતી.
– યુનિવર્સિટીમાં રહેતા અન્ય સાત લોકો સાથે ઉમરના સંબંધો અંગે પણ તપાસ ચાલી રહી છે.
– નૂહમાં ડૉ. ઉમર ઉન નબીને રૂમ ભાડે આપનાર 35 વર્ષીય મહિલાની અટકાયત થઈ છે, જેના પરિવારમાં પણ તપાસ ચાલી રહી છે.

વિસ્ફોટ અને જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શન
ભાજપના ગુપ્તચર એજન્સીઓ અનુસાર, લાલ કિલ્લા નજીકનો કાર બ્લાસ્ટ જૈશ-એ-મોહમ્મદ દ્વારા સંચાલિત નેટવર્કનો ભાગ હતો. કારમાં એમોનિયમ નાઇટ્રેટ આધારિત વિસ્ફોટક ભરાયેલો હતો. તપાસમાં જાણવા મળ્યું કે હુમલાની તૈયારી 10 સભ્યોના ‘ટેરર ડૉક્ટર સેલ’ દ્વારા કરવામાં આવી હતી, જેમાં મૌલવી ઇરફાન અહમદ (જમ્મુ-કાશ્મીર, શોપિયાનું) મુખ્ય હેન્ડલર હતો. ઇરફાન અને ઉમર બંને અલ-ફલાહ મેડિકલ કૉલેજ સાથે જોડાયેલા હતા, જ્યારે સેલના અન્ય તમામ સભ્યોની ધરપકડ કરી લેવામાં આવી છે.

હૉસ્પિટલ અને યુનિવર્સિટી પર અસર
વિસ્ફોટ બાદ અલ-ફલાહ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પહેલાં દૈનિક OPDમાં લગભગ 200 દર્દીઓ આવતા હતા, પરંતુ હવે તેમાં 100થી ઓછા દર્દીઓ જોવા મળી રહ્યા છે. યુનિવર્સિટીમાં એપ્રેન્ટિસશીપ કરતા ડોક્ટરો મુજબ, આતંકી ઉમર 2023માં લગભગ છ મહિના સુધી રજા વિના ગેરહાજર રહ્યો હતો, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદની અમૂલ ડેરી ખાતે “અમૂલ AI”નો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદની અમૂલ ડેરી ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે નવીનતમ ટેક્નોલોજીના ઉપયોગથી સહકારી ચળવળને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે “અમૂલ AI”નું વિધિવત્ લોન્ચિંગ કર્યું.…

ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ સાથે ત્રણ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોની મુલાકાત, થઈ આ મુદે ચર્ચા

ગુજરાત લોકભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ શુભેચ્છા મુલાકાત યોજી. રાજ્યપાલ એ…