ગુજરાતની મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદાર શાસન, વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ

ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થવાના કારણે હવે ત્યાં વહિવટદારો દ્વારા વહીવટ સંભાળવામાં આવશે. આગામી દિવસોમાં જ્યાં સુધી નવું બોર્ડ રચાશે નહીં ત્યાં સુધી મહાનગરપાલિકાઓનો દૈનિક વહીવટ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા વહિવટદારો સંભાળશે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ વિવિધ શહેરોની મહાનગરપાલિકાઓ માટે વહિવટદારોની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં અગ્ર સચિવ મુકેશ કુમારને વહિવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકામાં શાલિની અગ્રવાલને ચાર્જ સોંપવામાં આવ્યો છે, જ્યારે સુરત મહાનગરપાલિકામાં શિક્ષણ સચિવ મિલિંદ તોરવણેની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકામાં હર્ષદ પટેલને વહિવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થવાની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. ભાવનગર અને અમદાવાદ મહાનગરપાલિકામાં 9 માર્ચે બોર્ડની મુદત પૂર્ણ થશે. જામનગર અને વડોદરા મહાનગરપાલિકામાં 10 માર્ચે વર્તમાન બોર્ડનો કાર્યકાળ પૂર્ણ થશે, જ્યારે રાજકોટ અને સુરત મહાનગરપાલિકામાં 11 માર્ચે બોર્ડની મુદત પૂર્ણ થશે. નવું બોર્ડ રચાય ત્યાં સુધી સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા વહિવટદારો કોર્પોરેશનના તમામ વહીવટી કાર્યો સંભાળશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ઈરાનનો દાવો: અમેરિકા સામે ઝૂકશું નહીં, બે વર્ષ સુધી લડવા તૈયાર

ઈરાનના પ્રતિનિધિ અબ્દુલ માજિદ હકીમ ઈલાહીએ જણાવ્યું છે કે એક અઠવાડિયામાં સુપ્રીમ લીડરની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થશે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન અમેરિકા સામે ઝૂકશે નહીં અને આગામી બે વર્ષ…

PM મોદીએ બંગાળમાં રાષ્ટ્રપતિ અપમાન મુદ્દે કહ્યું, “TMCએ તમામ મર્યાદાઓ પાર કરી”

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના તાજેતરના કાર્યક્રમને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર પર સીધો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે TMCએ “બધી મર્યાદાઓ પાર કરી” છે અને રાષ્ટ્રપતિના અપમાન…