ગુજરાતમાં કડી અને વિસાવદરની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કરી છે. તો બીજી તરફ કોંગ્રેસે આપ સાથે ગઠબંધન વગર લડવાની જાહેરાત કરી છે. ત્યારે હવે શંકરસિંહ વાઘેલા પણ વિસાવદર પર ફોકસ વધારી રહ્યા છે.
વિસાવદરની પેટા ચુંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ હવે શંકરસિંહ વાઘેલાની પ્રજા ડેમોક્રેટિક પાર્ટીએ પણ તૈયરીઑ શરૂ કરી દીધી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે વિસાવદરના કાર્યકર્તાઑને સંબોધન કરશે અને પેટા ચૂંટણીની તૈયારીઑ શરૂ કરી દીધી છે.
કોંગ્રેસ અને આપનું ગઠબંધન તૂટયું
લોકસભાની ચૂંટણી સમયે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન જોવા મળ્યું હતું. પરંતુ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન તૂટયું છે. કોંગ્રેસે ઉમેદવારને ઊભા રાખવાની જાહેરાત કરી છે.
આ કારણે ખાલી પડી બેઠક
વર્ષ 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી ચૂંટણી જીત્યા હતા. પરંતુ ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટી અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું, જોકે આ બેઠક પર હર્ષદ રિબડીયાએ ભૂપત ભાયાણીની જીત પર રિટ દાખલ કરી હતી. જેને લઈને લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની પેટા ચુંટણી યોજાઇ ન હતી.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








