વડાપ્રધાન મોદી ફરી વતન પધારશે, જાણો ક્યારે અને ક્યાં કાર્યક્રમમાં હાજરી આપશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી આગામી માર્ચ મહિનામાં બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. જેમાં તેઓ બે મોટા કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ 2 અને 3 માર્ચ ગુજરાત આવશે.

-> 2 માર્ચે સાસણ ગીર પહોંચશે વડાપ્રધાન :- વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી પ્રથમવખત ગીરની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે નિમિત્તે ગીર અને સોમનાથની મુલાકાત કરશે. તેઓ 2 માર્ચે સાસણ ગીર પહોંચશે અને ત્યાં રાત્રીરોકાણ કરનાર છે. 3 માર્ચે વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડેના દિવસે સાસણમાં નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફની બેઠક યોજાશે. આ પ્રસંગે વડાપ્રધાન સિંહ સંરક્ષણ માટે નવી યોજનાઓની જાહેરાત કરી શકે છે.

-> વડાપ્રધાન ફરી 7 અને 8 માર્ચે આવશે ગુજરાત :- મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદી 7 અને 8 માર્ચે ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ 7 માર્ચે સુરતના લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે. જે બાદ બીજા દિવસે 8 માર્ચે નવસારીમાં વડાપ્રધાન મહિલા દિવસના કાર્યક્રમમાં હાજર રહેશે.

Related Posts

બે સંતાન ગુમાવનાર માતા માટે 108ની ટીમ બની ‘દેવદૂત’ : રિક્ષામાં જ કરાવી સફળ ડિલિવરી….

B india અમદાવાદ : અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં આવેલા રણાસણ બ્રિજ ટોલ પ્લાઝા પાસે 108 ઇમરજન્સી સેવાની ટીમે સમયસૂચકતા, તબીબી કુશળતા અને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અત્યંત કટોકટીભરી સ્થિતિમાં પ્રસુતાને હોસ્પિટલ પહોંચાડવાનો સમય ન હોવાથી 108ની EMTએ રિક્ષામાં જ સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુ બંનેનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઘટના ખાસ એટલા માટે પણ ભાવુક બની હતી કે પ્રસુતાએ અગાઉની બે પ્રસુતિમાં પોતાના બંને બાળકો ગુમાવ્યા હતા. ત્રીજી વખત ગર્ભાવસ્થામાં ફરી એકવાર મુશ્કેલી ઊભી થતાં પરિવાર માટે સ્થિતિ ચિંતાજનક બની હતી. જોકે, યોગ્ય સમયે 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તાત્કાલિક સારવાર શરૂ કરતાં અંતે પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. વહેલી સવારે મળ્યો કટોકટીનો કોલ મળતી માહિતી મુજબ વહેલી…

જાખોત્રા–ચારણકા રોડ પર Forest કટીંગના આક્ષેપો: વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો…

B india પાટણ : સાંતલપુર તાલુકાના જાખોત્રાથી ચારણકા તરફ જતા માર્ગ પર ગરનાળાના બાંધકામને લઈને જંગલ વિસ્તારમાં વનસ્પતિ કાપવાના આક્ષેપો સામે આવ્યા છે. ધોકાવાડા જંગલ વિસ્તારમાં રોડકામના નામે બાવળ સહિતની વનસ્પતિ દૂર કરવામાં આવી હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. સાથે જ છેલ્લા કેટલાક સમયથી Forest વિસ્તારમાં બાંધકામ સામગ્રીના ઢગલા અને કામદારોના ઝૂંપડાં હોવાના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા વન વિભાગની કામગીરી, મંજૂરી પ્રક્રિયા અને સ્થળ તપાસ અંગે અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. જાખોત્રા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલું ગામ છે. હાલ સામે આવેલા આક્ષેપોમાં મુખ્ય મુદ્દો એ છે કે રોડ પર ચાલી રહેલા ગરનાળાના કામ માટે જંગલ વિસ્તારમાં કેટલી હદે વનસ્પતિ દૂર કરવામાં આવી અને તે માટે સંબંધિત સત્તાધિકારીઓ પાસેથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *