શેરબજારના નામે કરોડોની છેતરપિંડી: મહેસાણામાં EDની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી

રાજ્યમાં એકવાર ફરી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની મોટી કાર્યવાહી સામે આવી છે. શેરબજારમાં વધુ નફાની લાલચ આપી સામાન્ય લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર ટોળકી સામે EDએ કડક પગલા લીધા છે. અમદાવાદ ઝોનલ ઓફિસ દ્વારા મહેસાણા જિલ્લામાં કરવામાં આવેલી આ કાર્યવાહી અત્યાર સુધીની સૌથી મોટી માનવામાં આવી રહી છે.

શું છે સમગ્ર મામલો?
EDના સત્તાવાર નિવેદન મુજબ આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર હોવાનું સામે આવ્યું છે. આરોપીએ પોતાના સાથીદારો સાથે મળીને મહેસાણા, વિસનગર અને વડનગરમાં અલગ-અલગ ઓફિસો શરૂ કરી હતી. અહીં કર્મચારીઓ દ્વારા સામાન્ય લોકોને ફોન કરીને શેરબજારમાં ઊંચા વળતરની ખાતરી આપી રોકાણ કરાવવામાં આવતું હતું.

પરંતુ તપાસમાં ખુલ્યું છે કે રોકાણકારોની રકમ હકીકતમાં શેરબજારમાં ક્યાંય રોકવામાં આવતી નહોતી. આ નાણાંનો ઉપયોગ આરોપીઓ પોતાના વ્યક્તિગત ખર્ચ અને મિલકતો ખરીદવા માટે કરતા હતા.

ED દ્વારા કરોડોની સંપત્તિ જપ્ત
મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ ચાલી રહેલી તપાસ દરમિયાન EDએ મોટી માત્રામાં ગુનાહિત આવક તરીકે સંપત્તિ જપ્ત કરી છે.

જપ્ત કરાયેલ સંપત્તિમાં સામેલ છે:
ચાંદીની લગડીઓ: 110 કિલો (અંદાજે કિંમત ₹2.4 કરોડ)
સોનાની લગડી: 1.296 કિલો (અંદાજે કિંમત ₹1.7 કરોડ)
ચાંદીના દાગીના: 39.7 કિલો

રોકડ રકમ:
ભારતીય ચલણ: ₹38.8 લાખ
વિદેશી ચલણ: ₹10.6 લાખ

આ ઉપરાંત અનેક મિલકતોના મહત્વના દસ્તાવેજો પણ ED દ્વારા કબજે લેવામાં આવ્યા છે.

SEBI નિયમોનું ઉલ્લંઘન
હિમાંશુ ભાવસાર પાસે SEBIનું પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર સર્ટિફિકેટ હોવા છતાં તેનો ગેરવપરાશ કરવામાં આવ્યો હતો. આ સર્ટિફિકેટના આધારે વિશ્વાસ સ્ટોક્સ રિસર્ચ પ્રા. લિ., દલાલ સ્ટોક્સ એડવાઇઝરી પ્રા. લિ. અને દેવકી સ્ટોક્સ પ્રા. લિ. જેવી કંપનીઓ ચલાવવામાં આવી રહી હતી, જે SEBIમાં નોંધાયેલ નહોતી.

FIR બાદ EDની તપાસ
મહેસાણાના ખેરાલુ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાયા બાદ EDએ તપાસ શરૂ કરી હતી. અત્યાર સુધી દેશના વિવિધ રાજ્યોમાં આ ટોળકી સામે કુલ 7 FIR નોંધાઈ ચૂકી છે. પ્રાથમિક તપાસ અનુસાર અંદાજે ₹10.87 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ranpurમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: વિશાળ એકતા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

બોટાદ જિલ્લાના રાણપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. Ranpur ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી વિશાળ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, હોમગાર્ડ તથા GRD જવાનો ઉપરાંત ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલી આ રેલીને કારણે Ranpurમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. રેલી દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાણપુર પોલીસ સ્ટેશનથી ગ્રામ પંચાયત સુધી યોજાઈ એકતા રેલી Ranpur ગ્રામ પંચાયત દ્વારા આયોજિત વિશાળ એકતા રેલીની શરૂઆત Ranpur પોલીસ સ્ટેશન ખાતેથી કરવામાં આવી હતી.…

social mediaમાં મોટી મોટી વાતો, પરિણામ શૂન્ય! ઋત્વિજ મકવાણાની વાયરલ પોસ્ટ બની ચર્ચાનો વિષય…..

સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના નેતા અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણાની એક social media પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. મકવાણાએ થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયા પર એવો મોટો રાજકીય દાવો કર્યો હતો કે ભાજપ અને આમ આદમી પાર્ટીના કુલ પાંચ આગેવાનો કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. આ જાહેરાત બાદ સુરેન્દ્રનગરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. જોકે, હવે આ દાવાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી એક પણ આગેવાન કોંગ્રેસમાં જોડાયો હોવાની સત્તાવાર જાહેરાત સામે આવી નથી. આ સ્થિતિને કારણે હવે ઋત્વિજ મકવાણાની તે વાયરલ પોસ્ટ સામે જ સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જો પાંચ આગેવાનો ખરેખર કોંગ્રેસમાં જોડાવાના હતા તો તેમના પક્ષ પ્રવેશ અંગે…