Congressમાં કકળાટ યથાવત, પાટણના MLA કોંગ્રેસમાં દંડક પદેથી આપશે રાજીનામું ! જાણો શું છે મામલો

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સતત સામે આવી રહ્યા છે. કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ દરમિયાન પાટણ જિલ્લા કોંગ્રેસમાં નેતાઓન આંતરીક વિખવાદ સામે આવ્યો છે. સંગઠનમાં નિમણૂકને લઈને પાટણ બેઠકના ધારાસભ્ય કિરીટ પટેલ કોંગ્રેસમાં દંડક પદેથી રાજીનામું ધરી દેશે એવી ચીમકી ઉચ્ચારી છે.

પાટણ જિલ્લામાં અનુસૂચિત જાતિમાં પ્રમુખની નિમણુંકને લઈને ગઇકાલે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તાળાંબંધી કરવામાં આવી હતી. ત્યારે હવે આજે ધારાસભ્ય કિરીટ પટેલ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક પદેથી રાજીનામું આપશે.

3 વાગ્યે આપશે રાજીનામું 

પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે જયાબેન શાહની વરણી કરવામાં આવી હતી. જેને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. બીજી તરફ આ નિમણૂકને લઈ ગઇકાલે ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે જે નિમણુક કરવામાં આવી છે તેમાં ચાલુ ધારાસભ્યો સહિત કોંગ્રેસના જે આગેવાનો છે તેની કોઈ સેન્સ લેવામાં આવી નથી. આડેધડ જ નિમણૂકં કરવામાં આવી છે. આ સાથે જ કોંગ્રેસના નિર્ણયથી નારાજ થઈ કિરીટ પટેલ કોંગ્રેસમાં દંડક પદેથી 3 વાગ્યે આપશે રાજીનામું ધરી દેશે. જોવાનું રહ્યું કે કીટ પટેલ રાજીનામું આપે છે કે પછી ઘી ના ઠામમાં ઘી પડે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે: વડોદરાને મળશે ₹30 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ, Monumental Investment

PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે: વડોદરાને મળશે ₹30 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ, નવસારીમાં પણ મહત્વપૂર્ણ કાર્યક્રમ ગુજરાતમાં ફરી એકવાર PM નરેન્દ્ર મોદીના આગમનને લઈને રાજકીય અને વહીવટી તંત્રમાં તૈયારીઓ તેજ બની છે. PM નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન વડોદરામાં આશરે ₹30 હજાર કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર હોવાનું સામે આવ્યું છે. વડાપ્રધાનની આ મુલાકાતને લઈને વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. તાજેતરના અહેવાલો મુજબ વડોદરામાં PM મોદીના કાર્યક્રમ દરમિયાન ખાસ કરીને રેલવે અને માળખાકીય વિકાસ સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ્સને મહત્વ આપવામાં આવશે. આ પ્રોજેક્ટ્સના અમલીકરણથી વડોદરા તથા આસપાસના વિસ્તારોમાં કનેક્ટિવિટી, પરિવહન વ્યવસ્થા અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળવાની અપેક્ષા…

દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં Vaibhav Suryavanshiનો તોફાન: 7 ચોગ્ગા-7 છગ્ગા સાથે 92 રન, Explosive Knock

દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં Vaibhav Suryavanshiનો તોફાન: 7 ચોગ્ગા-7 છગ્ગા સાથે 92 રન, 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો Duleep Trophy 2026: ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટારVaibhav Suryavanshiએ ફરી એકવાર પોતાની આક્રમક બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. દુલીપ ટ્રોફી 2026ની સેમિફાઇનલમાં ઈસ્ટ ઝોન તરફથી રમતા વૈભવે સેન્ટ્રલ ઝોનના બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. તેણે માત્ર 81 બોલમાં 92 રનની તોફાની ઇનિંગ્સ રમી, જેમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. જોકે, વૈભવ સદીથી માત્ર 8 રન દૂર રહી ગયો. તેમ છતાં તેની આ ઇનિંગ્સે દુલીપ ટ્રોફીના ઇતિહાસમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. -> સદી ચૂકી ગયો, પરંતુ ઇતિહાસ રચી દીધો : Vaibhav Suryavanshiસેન્ટ્રલ ઝોન સામેની સેમિફાઇનલમાં માત્ર 92 રન બનાવીને આઉટ થયો. તે 100 રનથી…