હાડ થીજવતી ઠંડી માટે IMDની ભયાનક ચેતવણી: 27 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસ, પારો 5 ડિગ્રી સુધી ગગડશે

સમગ્ર ઉત્તર ભારત હાલ કડકડતી ઠંડી અને ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયું છે. આ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી દિવસો માટે ગંભીર ચેતવણી જારી કરી છે. IMD મુજબ 27 ડિસેમ્બર સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. સવારના સમયે દૃશ્યતા શૂન્યની નજીક પહોંચી શકે છે, જેના કારણે રસ્તા, રેલ અને હવાઈ પરિવહન પર ભારે અસર થવાની શક્યતા છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો તીવ્ર ઘટાડો નોંધાઈ શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં 22 ડિસેમ્બરે ‘કોલ્ડ ડે’ની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જ્યારે બિહારમાં 22થી 26 ડિસેમ્બર દરમિયાન કડક ઠંડી પડી શકે છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ રાત્રિના તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના છે.

હિમાલયી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં 22, 23, 27 અને 28 ડિસેમ્બરે હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફવર્ષા થવાથી ઠંડા પવનો મેદાની વિસ્તારોમાં પહોંચશે, જેના કારણે ઠંડી વધુ કડક બનશે.

બીજી તરફ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 27 અને 28 ડિસેમ્બરે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ અને પૂર્વ ભારતના અનેક રાજ્યોમાં પણ ધુમ્મસનો વ્યાપ જોવા મળશે. રાજસ્થાન, ઉત્તર છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તર મધ્યપ્રદેશમાં 23 ડિસેમ્બરે સવારે ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે, જ્યારે ઓડિશા અને પૂર્વોત્તર રાજ્યોમાં 25 ડિસેમ્બર સુધી ધુમ્મસ જનજીવનને અસર કરી શકે છે.

IMD એ લોકોને વહેલી સવારે મુસાફરી કરતી વખતે ખાસ સાવચેતી રાખવાની, ગરમ કપડાં પહેરવાની અને ઠંડીથી બચવા જરૂરી તકેદારી અપનાવવાની સલાહ આપી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

DPC : ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં દેશની પ્રથમ LNG ટ્રેનને બતાવશે લીલી ઝંડી… Innovative 2026

 DPC : અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનને લીલી ઝંડી, ડીઝલ સાથે LNG પર પણ દોડશે એન્જિન અમદાવાદ: ભારતીય રેલવેમાં સ્વચ્છ અને વૈકલ્પિક ઇંધણ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. દેશની પ્રથમ LNG-ડીઝલ ડ્યુઅલ-ફ્યુઅલ ટ્રેનને આજે, 27 સપ્ટેમ્બર 2026ના રોજ અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. આ પહેલનો હેતુ રેલવેમાં ડીઝલનો વપરાશ ઘટાડવા, ઇંધણ ખર્ચમાં બચત કરવા અને પ્રદૂષણ ઘટાડવાનો છે.આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે ટ્રેનનું એન્જિન માત્ર LNG પર આધારિત નથી. તેમાં LNG અને ડીઝલ બંનેનો ઉપયોગ કરી શકાય છે. ઇંધણની ઉપલબ્ધતા પ્રમાણે એન્જિન બંને ઇંધણ વચ્ચે સ્વિચ કરી શકે છે. એટલે LNG ઉપલબ્ધ ન હોય તો પણ ટ્રેનનું સંચાલન અટકતું નથી. ->…

એક ડોઝ કે બે? HPV રસીકરણની ભલામણો વિશે શું જાણવું જરૂરી…..

હ્યુમન પેપિલોમાવાયરસ એટલે કે HPV સામેનું રસીકરણ સર્વાઇકલ કેન્સર સહિત HPVથી સંબંધિત અનેક પ્રકારના કેન્સરથી બચાવ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે HPV રસીકરણ અંગે લોકોમાં વારંવાર એક સવાલ જોવા મળે છે—રસીના એક ડોઝથી કામ થઈ જાય કે બે ડોઝ જરૂરી છે? આ પ્રશ્નનો જવાબ દરેક વ્યક્તિ માટે એકસરખો નથી. રસી કઈ ઉંમરે શરૂ કરવામાં આવી, વ્યક્તિની રોગપ્રતિકારક સ્થિતિ કેવી છે અને કયા દેશની રસીકરણ માર્ગદર્શિકા લાગુ પડે છે તેના આધારે ડોઝની સંખ્યા બદલાઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) 9થી 14 વર્ષની છોકરીઓ માટે એક અથવા બે ડોઝની ભલામણને માન્ય રાખે છે, જ્યારે કેટલીક રાષ્ટ્રીય માર્ગદર્શિકાઓ બે ડોઝને પ્રમાણભૂત શેડ્યૂલ તરીકે સૂચવે છે. HPV શું છે અને રસી કેમ મહત્વની છે? HPV એક સામાન્ય વાયરસ…