કેમ થઈ રહ્યો છે જીગ્નેશ મેવાણીનો વિરોધ, પોલીસને શું આપી હતી ધમકી

ગુજરાતમાં હાલ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બે દિવસ પહેલા આપેલ એક નિવેદનને લઈ પોલીસ તંત્રમાં ભારે રોષ છે. જેને લઈને લોકોએ પણ પોલીસ તંત્રને ટેકો આપ્યો છે. આ સાથે જ હવે લોકો પણ જીગ્નેશ મેવાણી સામે મેદાને ઉતાર્યા છે. આ વિરોધ વાવ થરાદ, અમરેલી અને હવે કચ્છ સુધી પહોંચ્યો છે.

ગઇકાલે પાલનપુરમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. આ સાથે જ લોકોએ જીગ્નેશ મેવાણી હાય હાયના નારા પણ લગાવ્યા હતા. અને જિગ્નેશ મેવાણી જાહેરમાં માફી માગે તેવી માંગ કરવામાં આવી હતી.

જાણો શું છે મામલો
વાવ થરાદમાં આ વિવાદનું મૂળ છે. જીગ્નેશ મેવાણી બે દિવસ પહેલા શિવનગરના લોકો સાથે થરાદ SP કચેરી ખાતે પહોંચ્યા હતા. આ સાથે જ ધારાસભ્ય મેવાણીએ દારૂ અને ડ્રગ ખુલ્લેઆમ વેચાતું હોવાના આક્ષેપ કર્યા હતા અને પોલીસના પટ્ટા ઉતારી લેવાની ચીમકી આપી હતી. જેને લઈ થરાદના વેપારીઓ પોલીસના સમર્થનમાં ઉતાર્યા હતા. આ સાથે જ જીગ્નેશ મેવાણીના આ વર્તનથી નારાજગી દર્શાવી હતી અને ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. જીગ્નેશ મેવાણીના આ નિવેદનથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

એરલાઈન્સ પર ATF સંકટ, FIAની ચેતવણી: સ્થિતિ નહીં સુધરે તો ફ્લાઈટ્સ બંધ થવાનો ખતરો

ભારતમાં એરલાઈન ઈન્ડસ્ટ્રી ફરી એક વખત ગંભીર આર્થિક દબાણ હેઠળ આવી ગઈ છે. જેટ ફ્યૂલ (ATF)ના વધતા ભાવ અને કિંમતોમાં અસ્થિરતાને કારણે દેશની એરલાઈન્સ કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. આ પરિસ્થિતિને…

પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપનો દબદબો, ગુજરાતમાં કેસરીયો લહેરાયો

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ એકતરફી જીત મેળવીને રાજ્યમાં પોતાની રાજકીય શક્તિ ફરી એકવાર સાબિત કરી છે. મહાનગરપાલિકા થી લઈને ગ્રામ્ય પંચાયતો સુધી ભાજપનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળ્યો…