ગુજરાત પર તોળાતું શક્તિ’ વાવાઝોડાનું સંકટ, તંત્ર આવ્યું એક્શન મોડમાં

અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડાને લઈ રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓની ચિંતામાં વધારો થયો છે. હાલ આ વાવાઝોડું દ્વારકાથી 460 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં છે. બીજી તરફ આ વાવાઝોડું 12 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી છે પરંતુ 6 ઓક્ટોબર આસપાસ તેનો દિશા પરિવર્તન થવાની શક્યતા છે. વાવાઝોડાને લઈ જેના કારણે તે ગુજરાતના દરિયાકાંઠાને સીધી અસર કરી શકે છે.

જૂનાગઢ, દ્વારકા, દિવ, પોરબંદર અને ગિરસોમનાથમાં ‘શક્તિ’ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. આ દરમિયાન જોખમને ધ્યાનમાં રાખીને બંદરો પર 3 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારી કરતાં દરિયાખેડુઑને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ દ્વારકાના દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે.

વરસાદની આગાહી
‘શક્તિ’ વાવાઝોડાની અસરને લઈ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે. હવામાન વિભાગની ચેતવણીને લઈને અનેક માછીમારો ઓખા, સલાયા અને રૂપેણ બંદર પર સ્થાયી થઈ ગયા છે. ‘શક્તિ’ વાવાઝોડાને લઈને હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું હતું કે, 4 ઓક્ટોબરના રોજ કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

GSRTC : તહેવારો અને મેળાઓમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને યાત્રિકોને પરિવહન સેવા પૂરી પાડવા માટે GSRTC સજ્જ છે. Safe Journey

તહેવારો અને મેળાઓમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માટે GSRTC સજ્જ, પર્યાવરણ સુરક્ષા માટે બાયોડીગ્રેડેબલ બેગ્સનું વિતરણ કરાશે ગાંધીનગર: GSRTC  ગુજરાતમાં તહેવારો અને ધાર્મિક મેળાઓની સિઝન દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન અને યાત્રા માટે પહોંચતા હોય છે. આ દરમિયાન શ્રદ્ધાળુઓને સુગમ, સુરક્ષિત અને વ્યવસ્થિત પરિવહન સેવા મળી રહે તે માટે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષે રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળો અને મેળાઓમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને યાત્રિકોને પરિવહન સેવા પૂરી પાડવા માટે GSRTC સજ્જ છે. વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ ગાંધીનગર ખાતે GSRTCની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળોએ યોજાતા મેળાઓ અને તહેવારો દરમિયાન શ્રદ્ધાળુઓને સરળ અને સુગમ પરિવહન ઉપલબ્ધ કરાવવામાં…

GPCB દ્વારા ‘અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા 2026’નું આયોજન,2 લાખ પ્લાસ્ટિક બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક Zero Waste

GPCB દ્વારા ‘અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા 2026’નું આયોજન, 2 લાખ પ્લાસ્ટિક બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક ગાંધીનગર: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ગાંધીનગર ખાતે ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત ‘અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા 2026’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. અંબાજી તરફ જતી પદયાત્રાના માર્ગો પર સ્વચ્છતા જાળવવા, ઘન કચરાનું યોગ્ય એકત્રીકરણ અને વ્યવસ્થાપન કરવા તેમજ પદયાત્રીઓ અને નાગરિકોમાં પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી આ પહેલ છેલ્લા ત્રણ વર્ષથી હાથ ધરવામાં આવી રહી છે. આ વર્ષે સ્વચ્છતા અભિયાનને વધુ વ્યાપક બનાવવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન ચાર પ્રાદેશિક કચેરીઓ દ્વારા આશરે 20 હજાર સ્ટીલ બોટલનું વિતરણ કરવામાં આવશે, જ્યારે 2 લાખ પ્લાસ્ટિક બોટલ એકત્રિત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પદયાત્રા દરમિયાન સિંગલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *