જગદીશ વિશ્વકર્માએ BJP પ્રદેશ પ્રમુખ માટે ભર્યું ફોર્મ, કાલે ગુજરાત ભાજપને મળશે નવા અધ્યક્ષ

ગઇકાલે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ માટે ચૂંટણીની જાહેરાત થયા બાદ આજે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી જગદીશ પંચાલે આજે પ્રદેશ અધ્યક્ષ માટે ફોર્મ ભર્યું છે. બીજી તરફ અન્ય બીજા કોઈ નેતાએ ફોર્મ ભર્યું નથી. ત્યારે આવતીકાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માના નામની જાહેરાત થશે.

જગદીશ વિશ્વકર્મા ભુપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્ય કક્ષાના સહકાર મંત્રી તરીકે કાર્યરત છે. ત્યારે હવે આજે તેમણે પ્રદેશ અધ્યક્ષ માટે ફોર્મ ભર્યું છે. અન્ય વ્યક્તિએ ફોર્મ નથી ભર્યું ત્યારે હવે ગુજરાત ભાજપની કમાન જગદીશ વિશ્વકર્માના હાથે જશે અને તે પાટિલના ઉતરાધિકારી બનશે એ નિશ્ચિત છે.

ગુજરાત ભાજપને મળશે 11માં પ્રદેશ અધ્યક્ષ
આ વર્ષે ગુજરાતમાં પાલિકા અને પંચાયત યોજાશે. બીજી તરફ વિધાનસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને હવે ભાજપે પણ OBC નેતાને પક્ષની કમાન સોંપી છે. આવતીકાલે સત્તવાર રીતે જગદીશ વિશ્વકર્માનું નામ જાહેર થશે. આ સાથે જ ગુજરાત ભાજપને 11માં પ્રમુખ મળશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ખાખીનો માનવતાવાદી ચહેરો: પૂરના છાતીસમા પાણીમાં ઊતરીને ડોલવણ પોલીસે ૪ લોકોના જીવ બચાવ્યા

કુદરતી આફત કે પૂર જેવા વિકટ સંજોગોમાં જ્યારે લોકો પોતાના જીવ બચાવવા વલખાં મારતા હોય છે, ત્યારે પ્રજાનો રક્ષક બનીને સામે આવતો ખાખી વર્દીધારી પોલીસ જવાન સાચા અર્થમાં દેવદૂત સાબિત થાય છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવી જ એક હૃદયસ્પર્શી અને સાહસિક ઘટના સામે આવી છે, જ્યાં ડોલવણ પોલીસે પોતાના જીવના જોખમે પૂરના ગળાડૂબ પાણીમાં ઊતરીને ૪ લોકોનો જીવ બચાવીને માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધોડિયાવાળ ગામ પાસે ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી એટલી ઝડપથી વધી રહ્યા હતા કે ધોડિયાવાળ વિસ્તારમાં ૪ જેટલા નાગરિકો ચારેય તરફથી પાણીથી ઘેરાઈ ગયા હતા. પાણીનું વહેણ અત્યંત ઝડપી હતું અને જો સમયસર મદદ ન પહોંચે…

ફરિયાદ કરો, તપાસ થશે! જાણો AMC વિજિલન્સની કામગીરી

પંકજ મકવાણા – અમદાવાદ: ફરિયાદથી ફેક્ટ સુધી: અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા ગેરવર્તણૂક અંગે કોઈપણ નાગરિક પાસે વિશ્વસનીય માહિતી કે પુરાવા હોય તો તેની તપાસ માટે AMCનું વિજિલન્સ ખાતું સત્તાવાર વ્યવસ્થા ધરાવે છે. મ્યુનિસિપલ કમિશનર તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વિજિલન્સ)ની સીધી દેખરેખ હેઠળ કાર્યરત આ વિભાગ ફરિયાદોની તપાસ કરીને સક્ષમ સત્તાને અહેવાલ મોકલે છે તેમજ વહીવટી પ્રક્રિયામાં ગુણવત્તા સુધારવા માટે પણ સમીક્ષા અને સેમ્પલ ટેસ્ટિંગ જેવી કામગીરી કરે છે. ઉપરોક્ત માહિતી AMC Diary 2026ના પેજ નં. 58માં પ્રકાશિત વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે.   લાંચ-ભ્રષ્ટાચાર સામે સત્તાવાર વ્યવસ્થા AMCના વિજિલન્સ વિભાગની મુખ્ય જવાબદારી માત્ર ફરિયાદ નોંધવાની નથી, પરંતુ વહીવટી અને ટેકનિકલ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ સામે મળતી લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને ગેરવર્તણૂક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *