આજે જ ગુજરાત ભાજપને મળી શકે છે નવા અધ્યક્ષ ! આ નેતાનું નામ લગભગ ફાઇનલ

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષના નામની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલુઇ રહી છે. આ દરમિયાન હવે ગઇકાલે ગુજરાત ભાજપ અધ્યક્ષ માટે ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. બીજી તરફ ભાજપ આજે OBC નેતા જગદીશ વિશ્વકર્મા વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે.

ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા લગભગ ફાઇનલ માનવામાં આવે છે. હાલ તે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્ય કક્ષાના સહકાર મંત્રી તરીકે કાર્યરત છે. ત્યારે હવે આજે તે ફોર્મ ભરશે. બીજી તરફ આવતી કાલે મતદાન થશે. પરંતુ જો આજે કોઈ અન્ય વ્યક્તિ ફોર્મ ન ભરે તો આજે જ પ્રદેશ અધ્યક્ષના નામની થઈ શકે છે જાહેરાત.

આજે જ ગુજરાત ભાજપને મળી શકે છે નવા અધ્યક્ષ
જગદીશ વિશ્વકર્મા આજે બપોરે 12.39 કલાકે 10 ટેકેદારો સાથે ફોર્મ ભરશે. બીજી તરફ હવે એવી પણ વિગતો સામે આવી રહી છે કે, કદાચ આજે જ ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

 

 

Related Posts

વેકેશન ડેસ્ટિનેશન અમદાવાદ: મનોરંજન અને જ્ઞાનનો અદભૂત સંગમ

વેકેશન ડેસ્ટિનેશન અમદાવાદ: મનોરંજન અને જ્ઞાનનો અદભૂત સંગમ આ વેકેશનમાં માણો અમદાવાદી મિજાજ: ‘સ્માર્ટ અમદાવાદ’નો નવો નજારો મનોરંજન, વિજ્ઞાન અને પરંપરા: અમદાવાદના પ્રવાસમાં બધું જ એકસાથે અમદાવાદ આજે જે ઊંચાઈ…

ધર્મભૂમિ પર ધર્મભક્તિ, દેશભક્તિ, સૈન્યશક્તિનો સંગમ

ધર્મભૂમિ પર ધર્મભક્તિ, દેશભક્તિ, સૈન્યશક્તિનો સંગમ … સોમનાથ મંદિર પર એરફોર્સની ટીમ દ્વારા ૧૧મીએ સવારે ૧૧ કલાકે “સૂર્યકિરણનો શૌર્યાભિષેક”, દિલધડક એર શો ૦૦૦ રિહર્સલમાં જ પાયલટોએ સાહસભર્યા કરતબો થકી લોકોના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *