નવરાત્રી દરમિયાન જ આ કલાકારોના ગરબામાં GSTના દરોડા, આયોજકોમાં ફફડાટ

એક તરફ નવરાત્રી હવે પૂર્ણ થવાના આરે છે. બીજી તરફ નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન પણ જોવા મળ્યું છે. આ દરમિયાન કોમર્શિયલ ગરબામાં બેફામ વેચાતા પાસને લઇ GST વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું છે. સુરત અને અમદાવાદ સહિત 10 જગ્યાઑ પર GST વિભાગે દરોડા પાડયા છે. GSTના દરોડાથી આયોજકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

રાજ્યના GST વિભાગે અમદાવાદ સાથે સુરતની સુવર્ણ નવરાત્રિમાં દરોડા પાડયા છે. અમદાવાદમાં આદિત્ય ગઢવી અને જીગરદાન ગઢવી સાથે પૂર્વા મંત્રીના ગરબામાં દરોડા પડ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. નવરાત્રી દરમિયાન ગરબા આયોજકો દ્વારા નિયત કરેલા ભાવ કરતા વધુ ભાવ લેવામાં આવતા હોવાની વિગતો ને લઈ GST વિભાગે દરોડા પાડયા હોવાની માહિતી મળી રહી છે.

GST વિભાગ દ્વારા આયોજકો પાસેથી પાસના વેચાણ, આવક અને ખર્ચનો સંપૂર્ણ હિસાબ માંગ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. આ દરોડામાં 10થી વધુ અધિકારીઓની ટીમોએ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

સંસદમાં હોબાળા વચ્ચે સરકારે પસાર કર્યા અનેક મહત્વપૂર્ણ બિલ, FCRA સુધારા વિધેયક પર સૌની નજર

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સતત હોબાળા અને વિરોધ વચ્ચે પણ કેન્દ્ર સરકાર પોતાના વિધાયી એજન્ડાને ઝડપથી આગળ ધપાવી રહી છે. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના વિરોધ છતાં સરકારે અત્યાર સુધી અનેક મહત્વપૂર્ણ વિધેયકો પસાર કરાવવામાં સફળતા મેળવી છે. નોંધનીય છે કે આમાંથી મોટાભાગના વિધેયકો પર વિસ્તૃત ચર્ચા થઈ શકી નથી અને ગૃહમાં હંગામા વચ્ચે જ તેમને મંજૂરી આપવામાં આવી છે. હવે સરકારનું આગામી લક્ષ્ય વિદેશી ફાળો નિયમન કાયદા (FCRA)માં સુધારા માટેનું વિધેયક માનવામાં આવી રહ્યું છે. સતત હોબાળાથી પ્રભાવિત થઈ રહી છે સંસદની કાર્યવાહી ચોમાસુ સત્રના શરૂઆતના દિવસથી જ સંસદના બંને ગૃહોમાં વિપક્ષ વિવિધ મુદ્દાઓને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવી રહ્યો છે. વિપક્ષ દ્વારા સતત વિરોધ અને સૂત્રોચ્ચાર થતાં પ્રશ્નકાળ તથા શૂન્યકાળની કાર્યવાહી વારંવાર ખોરવાઈ રહી…

ગુજરાત પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, 23 ઓગસ્ટે યોજાશે પરીક્ષા

ગુજરાત પોલીસમાં નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. બોર્ડની જાહેરાત મુજબ આગામી 23 ઓગસ્ટે અમદાવાદ ખાતે લેખિત પરીક્ષા યોજાશે. પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારો માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા પણ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો 17 ઓગસ્ટના બપોરે 2 વાગ્યાથી ગુજરાત સરકારની OJAS વેબસાઇટ પરથી પોતાનું કોલ લેટર મેળવી શકશે. ગુજરાતમાં ઉમેદવારો માટે મહત્વપૂર્ણ તારીખો જાહેર ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પરીક્ષાની તારીખ સાથે ઉમેદવારો માટે જરૂરી માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. જે ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં સામેલ છે તેમણે સમયસર કોલ લેટર ડાઉનલોડ કરીને તેમાં આપવામાં આવેલી તમામ વિગતો ચકાસી લેવી પડશે. કોલ લેટરમાં પરીક્ષા કેન્દ્ર, સમય,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *