એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા, ભારત સરકારે પાકિસ્તાનથી આવતી તમામ પ્રકારની પોસ્ટલ અને પાર્સલ સેવાઓના વિનિમયને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધો છે. આ નિર્ણય હવાઈ અને જમીન બંને માર્ગો માટે લાગુ પડશે. ભારતે આજે પાકિસ્તાન વિરુદ્ધ અનેક મોટા નિર્ણયો લીધા છે, જેમાં તમામ પ્રકારની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ અને ભારતીય બંદરોમાં પાકિસ્તાની ધ્વજવાળા જહાજોના પ્રવેશ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. હવે પોસ્ટ વિભાગ દ્વારા જારી કરાયેલી જાહેર નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “ભારત સરકારે પાકિસ્તાનથી હવાઈ અને જમીન માર્ગો દ્વારા મળતી તમામ ટપાલ અને પાર્સલની અવરજવર સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.”
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક પગલાં ભરી રહ્યું છે. પોસ્ટ અને પાર્સલ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય પણ આ જ કાર્યવાહીનો મહત્વનો ભાગ છે. આ આતંકવાદી હુમલામાં 26 લોકો લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા જૂથ, રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી. ફેબ્રુઆરી 2019 માં પુલવામા હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ સૌથી મોટો આતંકવાદી હુમલો હતો.
ભારતે પાકિસ્તાન પર લીધા આ પગલાં
આ પહેલા, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, સુરક્ષા પર કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. આમાં, 1960 ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી હતી. આ સાથે ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ અટારી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી હતી. આ ઉપરાંત, પાકિસ્તાની નાગરિકોને સાર્ક વિઝા મુક્તિ યોજના હેઠળ ભારતની મુસાફરી કરવાની મંજૂરી આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








