ભારતે પાકિસ્તાન સાથે તોડયા વેપાર સંબંધો ! તમામ આયાત-નિકાસ પર મૂક્યો સંપૂર્ણ પ્રતિબંધ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક કડક પગલું ભર્યું છે. ભારત સરકારે તાત્કાલિક અસરથી પાકિસ્તાનમાં ઉદ્ભવતા અથવા ત્યાંથી નિકાસ થતા તમામ માલની પ્રત્યક્ષ અને પરોક્ષ આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે. આ પ્રતિબંધ એવા માલ પર પણ લાગુ પડશે જે મુક્તપણે આયાત કરી શકાય છે અથવા અન્યથા પરવાનગી આપવામાં આવે છે, તેમજ ત્રીજા દેશોમાંથી પસાર થતા માલ પર પણ લાગુ પડશે.

પાકિસ્તાન સાથે આયાત-નિકાસ પર પ્રતિબંધ હોવાથી પાકિસ્તાનને વધુ આર્થિક નુકશાન થશે. બંને દેશો વચ્ચે પહેલાથી જ મર્યાદિત વેપાર સંબંધો છે જે હવે સંપૂર્ણપણે બંધ થઈ શકે છે. પાકિસ્તાનથી ભારતની આયાતમાં મુખ્યત્વે કૃષિ ઉત્પાદનો, મસાલા અને કેટલીક ખાદ્ય ચીજોનો સમાવેશ થતો હતો, જે હવે સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. નિષ્ણાતો માને છે કે આ પગલાની પાકિસ્તાનના અર્થતંત્ર પર ઊંડી અસર પડશે, ખાસ કરીને ખાદ્યપદાર્થોની અછત અને વધતી જતી ફુગાવાના સ્વરૂપમાં થશે.

2019થી વેપાર સંબંધો બગડ્યા હતા
2019 માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા પછી ભારતે પાકિસ્તાન સાથેના વેપાર સંબંધો પહેલાથી જ પ્રતિબંધિત કરી દીધા હતા, અને હવે આ પ્રતિબંધ તે દિશામાં વધુ એક કઠિન પગલું છે.

પહેલગામ હુમલાથી તણાવ વધ્યો
પહેલગામની બૈસરન ખીણમાં થયેલા આ આતંકવાદી હુમલામાં બે વિદેશી પ્રવાસીઓ સહિત 26 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાના ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ લીધી હતી. જોકે પાછળથી તેઓએ જવાબદારીનો ઇનકાર કર્યો હતો. ભારતે આ હુમલા માટે પાકિસ્તાનને દોષી ઠેરવ્યું અને તેના જવાબમાં અનેક કડક પગલાં લીધાં, જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવી, અટારી-વાઘા સરહદ બંધ કરવી અને પાકિસ્તાની રાજદ્વારીઓને હાંકી કાઢવાનો નિણર્ય કર્યો હતો. હવે વેપાર ક્ષેત્રે પાકિસ્તાનની મુશ્કેલી વધી શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

President Droupadi Murmu In Vadodara 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો ગુજરાત પ્રવાસ.. Secure Route..

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો ગુજરાત પ્રવાસ: આજે Vadodaraમાં MS યુનિવર્સિટીના 75મા દીક્ષાંત સમારોહમાં હાજરી Vadodara: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો ગુજરાત પ્રવાસ આજે મહત્વપૂર્ણ કાર્યક્રમો સાથે આગળ વધશે. 21થી 23 સપ્ટેમ્બર 2026 દરમિયાન ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (MS University)ના 75મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. આ પ્રસંગે તેઓ વિદ્યાર્થીઓને પદવીઓ તથા શૈક્ષણિક સિદ્ધિ બદલ ગોલ્ડ મેડલ એનાયત કરશે. રાષ્ટ્રપતિના આજના કાર્યક્રમમાં Vadodara ઉપરાંત પાદરા ખાતે પણ વિવિધ કાર્યક્રમો સામેલ છે. સત્તાવાર કાર્યક્રમ અનુસાર, તેઓ બ્રહ્માકુમારી સંસ્થાના ‘Spiritual Awakening for World Renewal’ અભિયાનનો પ્રારંભ કરશે અને વડોદરા ખાતે ‘Global Spiritual Palace’ રિટ્રીટ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. સાથે જ બ્રહ્માકુમારી નડિયાદના ‘Youth for Viksit Bharat: Awakening Inner Strength for Nation…

બુધવારનું Horoscope: જાણો ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ કઈ રાશિના ચમકશે સિતારા અને કોને મળશે સફળતા?

૧.Horoscope મેષ (Aries) – અ, લ, ઇ Horoscope કાર્યક્ષેત્ર અને વેપાર: આવતીકાલે આપના કાર્યક્ષેત્રમાં ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા ભરપૂર રહેશે. વ્યાપારી વર્ગ માટે નવા નિર્ણયો લેવા, કોઈ નવી ડીલ ફાઈન કરવા કે રોકાણ કરવા માટે અનુકૂળ સમય છે. સહકર્મીઓનો પૂરો સાથ મળશે. આરોગ્ય અને પરિવાર: પરિવાર સાથે સારો અને આનંદદાયક સમય પસાર થશે. સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે, પરંતુ દોડધામને કારણે હળવો થાક અનુભવાઈ શકે છે. ઉપાય: હનુમાન ચાલીસાનો પાઠ કરવો. શુભ રંગ: કેસરી | શુભ અંક: ૯ ૨. Horoscope વૃષભ (Taurus) – બ, વ, ઉ કાર્યક્ષેત્ર અને વેપાર: નાણાકીય બાબતોમાં વિશેષ સાવધાની રાખવી જરૂરી છે. અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું અનિવાર્ય છે. નોકરી કરતા જાતકોને ઉપરી અધિકારીઓનો સહકાર મળશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *