Earthquake: વાવની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.4ની તીવ્રતા

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ગઈકાલે મોડી રાત્રે 3:35 કલાકે વાવમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. હાલમાં ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના સમાચાર નથી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) અનુસાર, ભૂકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી.

વાવમાં મોડી રાત્રે આવેલ ભૂકંપથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે ભૂકંપની તીવ્રતા ઘણી ઓછી હતી. ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપ મોડી રાત્રે 3.35 વાગ્યે નોંધાયો હતો, તેનું કેન્દ્ર વાવથી 27 કિમી દૂર નોંધાયું હતું. ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. જોકે રાહતની વાત તો એ છે કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

મે મહિનાની શરૂઆતના પ્રથમ ત્રણ દિવસમાં જ રાજ્યમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા છે. મે મહિનાના પ્રથમ દિવસે જ કચ્છના ભચાઉમાં વહેલી સવારે 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યારે બીજી તરફ આજે એટલે કે 3 મેના રોજ વાવમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

પંચાંગ /19 માર્ચ 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *