ગુજરાતમાં આરોગ્ય કર્મીઓ સામે સરકારે લીધો આકરો નિર્ણય, 1100 કર્મચારીઓને ટર્મિનેટ કરાયા

ગુજરાત સરકારે આંદોલનકારી આરોગ્ય કર્મીઓ સામે લાલઆંખ કરી છે. અને 1100 આંદોલનકારી કર્મચારીઓને ટર્મિનેટ કરાયા છે અને 4000થી વધુ કર્મચારીઓ સામે ચાર્જશીટ-ખાતાકીય તપાસ કરવામાં આવી છે. મહત્વનું છે કે, આરોગ્યકર્મીઓ પડતર પ્રશ્નોને લઈ 7 દિવસથી હડતાળ પર ઉતર્યા છે. ત્યારે આરોગ્ય કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવ્યા છે.

આરોગ્ય કર્મીઓની હડતાળ ગેરવ્યાજબી:- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આરોગ્ય કર્મચારીઓની હડતાળને ગેરવ્યાજબી ગણાવી છે. વધુમાં તેમણે કહ્યું કે, આરોગ્ય વિભાગે કર્મચારીઓ સાથે બેઠક હતી. પરંતુ આરોગ્ય કર્મચારીઓ અમુક માંગણીઓ પર અડગ હતા. આરોગ્ય કર્મીઓ તેમના પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા તૈયાર જ ના હોવાનું લાગ્યું. અને એટલે જ કડક પગલાં લેતા આરોગ્ય કર્મીઓની મનમાની નહીં ચલાવતા સરકાર એકશનમાં આવી છે.

કર્મચારીઓની હડતાળ યથાવત્:- રાજ્યભરના પીએચસી સેન્ટરમાં ફરજ બજાવતા અને ફિલ્ડ કામગીરી સાથે જોડાયેલા મેલ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર સહિતના 1200થી વધુ કર્મીઓ અલગ પ્રશ્નો સરકાર દ્વારા લાંબા સમયથી પડતર રાખ્યા હોવાથી હડતાળ પર ઉતરી ગયા હતા અને જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં સગર્ભા મહિલા કે બાળકોના વેક્સિનેશન કામગીરી તેમજ સગીરોના આરોગ્ય ચકાસણી મેલેરિયા અટકાવવા માટે થતી ફિલ્ડ કામગીરી ઠપ્પ થઇ ગઈ છે.

Related Posts

AMCની ઘોર બેદરકારીએ લીધો માસૂમનો જીવ: સાબરમતીમાં ડિમોલિશન સાઇટ પર ખુલ્લા વાયરે ૮ વર્ષના માસૂમને ભરખી લીધી!

પંકજ મકવાણા – અમદાવાદ: શહેરમાં વિકાસના નામે વહીવટીતંત્ર કેટલું બેદરકાર હોઈ શકે છે તેનો વધુ એક હૃદયદ્રાવક અને આક્રોશજનક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ગંભીર લાપરવાહીના કારણે…

“રાજા રઘુવંશી હત્યા કેસ: સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, આરોપીઓના જામીન પર લગાવી રોક!”

⚖️ રાજા રઘુવંશી હત્યા કેસ: સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, આરોપીઓની જામીન અરજી પર લગાવી રોક નવી દિલ્હી: બહુચર્ચિત રાજા રઘુવંશી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે એક મોટો આદેશ આપતા આરોપીઓની જામીન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *