વડોદરામાં રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, ટ્રેનમાં ઉંઘતી મહિલાઓના સામાનની ચોરી કરનાર ઝડપાયો

વડોદરામાં રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ટ્રેનમાં ઉંઘતી મહિલાઓના સામાનની ચોરી કરનાર ચોર મુદ્દામાલ સાથે ઝડપાયો છે.આ મામલે વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી મધ્યપ્રદેશથી વડોદરા ચોરી કરવા આવતો હતો. અને સમગ્ર ઘટનામાં પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી છે.

રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિકાસને પકડયો:- આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અલગ-અલગ ટ્રેનોમાં રાત્રીના સમયે ઘુસી જતો અને મહિલાના સામાનને ટાર્ગેટ કરતો હતો ત્યારે આરોપી પાસેથી 438 ગ્રામ સોના-ચાંદીના દાગીના મળી આવ્યો છે. સુરત રેલવે પોલીસે કુલ અલગ-અલગ 4 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને મધ્યપ્રદેશ,રાજસ્થાન,મહારાષ્ટ્રમાં પણ આરોપી સામે ગુના નોંધાયા છે. પોલીસ રિમાન્ડ માંગી આરોપીની વધુ તપાસ કરી શકે છે.

વડોદરામાંથી ઝડપાયો દાગીનાચોર:- તિરુચાપલ્લી સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતી મુંબઈની મહિલાના સોનાના દાગીના ભરેલું પર્સની ચોરી થયું હતું. આ ઘટનામાં નાસી જનાર મહિલા અને એક ઈસમને વડોદરા શહેર વેસ્ટર્ન રેલ્વે LCB પોલીસે ઝડપી પાડી તેની પાસેથી 18.45 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. વેસ્ટર્ન રેલવે વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રેલવે ટ્રેનમાં મુસાફરી દરમિયાન અને મહિલાઓના કિમતી સામાનની ચોરી કરતી એક મહિલા અને એક ઈસમને ઝડપી પાડ્યો છે.

Related Posts

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *