મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીનો એસ.ટીના કર્મચારીઓ માટે સવેદનશીલ નિર્ણય

-> સરકારનો કર્મયોગી માટે સંવેદનશીલ નિર્ણય એસ.ટીના કર્મચારીનું નોકરી દરમિયાન અવસાન થાય તો તેના કુટુંબને રૂ.૧૪ લાખની સહાય અપાશે :

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીએ એસ.ટી નિગમના કર્મયોગીઓ માટે સંવેદનશીલ નિર્ણય કર્યો છે, જે અંતર્ગત એસ.ટીના કર્મચારીનું ચાલુ નોકરી દરમિયાન અવસાન થાય તો તેના કુટુંબને રૂ.૧૪/- લાખની સહાય આપવામાં આવશે તેમ, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યા મુજબ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાનથી બીજા સ્થાને પહોચાડવા માટે એસ.ટી નિગમના કર્મચારીઓ કોઈ પણ તહેવારની રજા લીધા વિના ફરજ પર હર હમેશ નિષ્ઠાથી કાર્યરત રહે છે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મયોગીને કોઈ પણ પ્રકારે અવસાન થાય થાય ત્યારે રાજ્ય સરકાર દ્વારા તેના આશ્રિત કુટુંબને રૂ.૧૪ લાખની સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

આ સહાય પહેલા એસ.ટી નિગમમાં વિવિધ સેવાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી ચાલુ નોકરીએ અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ – ૪ના નિયમિત કર્મચારીઓના આશ્રિત કુટુંબને કર્મચારીની બાકી રહેલ નોકરીના સમયગાળાને ધ્યાનમાં લઈને રૂ.૪/-લાખ, રૂ.૫/-લાખ અને રૂ.૬/-લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવામાં આવતી હતી. આ સિવાય એસ.ટી નિગમના નિયુકત કરાયેલા પાંચ વર્ષિય ફિકસ પગારની કરારીય સેવાના વર્ગ-૩ અને વર્ગ-૪ ના અવસાન પામેલ કર્મચારીઓના આશ્રિત કુટુંબને રૂ. ૪ લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવામાં આવતી હતી.

રાજ્ય સરકારના આ નિર્ણયથી નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓના તા.૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ કે ત્યારબાદ ચાલુ નોકરી દરમ્યાન અવસાનના કિસ્સામાં સ્વર્ગસ્થ કર્મચારીના આશ્રિત કુટુંબને રૂ.૧૪/-લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવાની રહેશે, આ ઉપરાંત વિવિધ કચેરીઓ ખાતે નિયુકત કરાયેલ પાંચ વર્ષિય ફિકસ પગારની કરારીય સેવાના વર્ગ-૩ અને વર્ગ-૪ના અવસાન પામેલ કર્મચારીઓના આશ્રિત કુટુંબને રૂ.૧૪ લાખ ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવામાં આવશે.

અત્રે ઉલેખ્ખનીય છે કે, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓ અને પાંચ વર્ષની  ફિક્સ કરારીય સેવામાં નિમણુંક પામેલ કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન તા. ૧૨ ઓક્ટોબર ૨૦૨૩ કે ત્યારબાદ અવસાન પામનાર વર્ગ -૩ અને વર્ગ- ૪ના ૧૫૩ કર્મચારીઓના આશ્રિત કુટુંબોને રાજ્ય સરકાર દ્વારા  ૨૧ કરોડથી વધુની સહાય આપવામાં આવશે. જેમાં જૂની યોજના પ્રમાણે ૧૨૪ કર્મચારીઓના આશ્રિત કુટુંબોને રાજ્ય સરકાર દ્વારા  ૫ કરોડ ૩૨ લાખની સહાય કરવામાં આવી છે અને બાકીની સહાય પણ ટુક સમયમાં આપવામાં આવશે એમ ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.

  • Related Posts

    Gujaratના 31 જિલ્લામાં 1 ઓક્ટોબરથી ESIC યોજના અમલી 8 લાખ નવા શ્રમિકોને મળશે લાભ! Protection

    Gujaratના 31 જિલ્લામાં 1 ઓક્ટોબરથી ESIC યોજના અમલી, 8 લાખ નવા શ્રમિકોને મળશે લાભ! Gujarat ગાંધીનગર: Gujaratના શ્રમિકો માટે સામાજિક સુરક્ષાને લગતા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગેઝેટ સૂચના મુજબ 1 ઓક્ટોબર 2026થી Gujaratના 31 જિલ્લાઓમાં કર્મચારી રાજ્ય વીમા યોજના એટલે કે ESICના કવરેજનો વિસ્તાર થશે. તેમાં અગાઉ ESIC હેઠળ સંપૂર્ણપણે આવરી લેવાયેલા ન હોય તેવા 15 જિલ્લાઓ અને આંશિક રીતે આવરી લેવાયેલા 16 જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ નિર્ણય બાદ સંબંધિત વિસ્તારોમાં પાત્ર કર્મચારીઓ અને તેમના નોકરીદાતાઓ માટે ESIC હેઠળ યોગદાનની જોગવાઈ લાગુ થશે અને કર્મચારીઓને યોજના હેઠળના લાભો મળવા પાત્ર બનશે. -> 1 ઓક્ટોબરથી લાગુ થશે નવી વ્યવસ્થા : શ્રમ અને રોજગાર મંત્રાલયે 25 સપ્ટેમ્બર…

    Ankleshwarમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ઝૈનબ પાર્ક ખાતે સફાઈ અભિયાન Infrastructure Growth 2026

    Ankleshwarમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ઝૈનબ પાર્ક ખાતે સફાઈ અભિયાન Ankleshwar, 29 સપ્ટેમ્બર: Ankleshwar શહેરમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકાના સહયોગથી ઝૈનબ પાર્ક ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, નગરપાલિકાના હોદ્દેદારો અને કાર્યકરોએ શ્રમદાન કરીને સફાઈ કરી હતી. ઝૈનબ પાર્ક વિસ્તારમાં યોજાયેલા આ સફાઈ અભિયાન દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકરોએ હાથમાં ઝાડુ લઈને આસપાસના વિસ્તારમાં સફાઈ કરી હતી. જાહેર સ્થળો સ્વચ્છ રહે અને નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા જાળવવા તથા આસપાસનો વિસ્તાર કચરામુક્ત રાખવા અંગે પણ સંદેશ આપવામાં આવ્યો હતો. -> ઝૈનબ પાર્ક ખાતે સફાઈ અભિયાન : Ankleshwar શહેરના વિવિધ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *