મંત્રી હર્ષ સંઘવી સાથે મહારાષ્ટ્રના મંત્રીએ ગુજરાત એસ.ટી. નિગમના કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત લીધી

-> વાહનવ્યવહાર વિભાગ અને નિગમ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ અને સંચાલન પદ્ધતિઓથી અવગત થયા :

-> ગુજરાતમાં પીપીપી મોડલ હેઠળ તૈયાર કરવામાં આવેલા આધુનિક વડોદરા બસપોર્ટની પણ મુલાકાત લીધી :

મહારાષ્ટ્ર રાજ્યના વાહન વ્યવહાર મંત્રી શ્રી પ્રતાપ સરનાઈક આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગુજરાતના વાહનવ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી સાથે તેમણે ગુજરાત એસ.ટી. નિગમની મધ્યસ્થ કચેરીની મુલાકાત લઇ નિગમની મહત્વની કામગીરી અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ, એસ.ટી. નિગમના કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત લઇ, વાહન વ્યવહાર વિભાગ તેમજ નિગમ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ અને સંચાલન પદ્ધતિઓથી તેઓ અવગત થયા હતા.

આ મુલાકાત દરમિયાન મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેના વાહન વ્યવહાર ક્ષેત્રે સહકાર વધારવા તેમજ પ્રગતિશીલ માળખાગત સુવિધાઓ અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આ મુલાકાત દરમિયાન ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી, વાહન વ્યવહાર કમિશનર શ્રી અનુપમ આનંદ. એસ.ટી. નિગમના મેનેજિંગ ડિરેક્ટર શ્રી નાગરાજન અને સચિવ શ્રી રવિ નિર્મલ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતમાં પીપીપી (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ) મોડલ હેઠળ તૈયાર કરવામાં આવેલા આધુનિક બસપોર્ટ વડોદરા બસપોર્ટની મુલાકાત મહારાષ્ટ્રના મંત્રીશ્રીએ લીધી હતી.

  • Related Posts

    Ankleshwarમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ઝૈનબ પાર્ક ખાતે સફાઈ અભિયાન Infrastructure Growth 2026

    Ankleshwarમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ઝૈનબ પાર્ક ખાતે સફાઈ અભિયાન Ankleshwar, 29 સપ્ટેમ્બર: Ankleshwar શહેરમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકાના સહયોગથી ઝૈનબ પાર્ક ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, નગરપાલિકાના હોદ્દેદારો અને કાર્યકરોએ શ્રમદાન કરીને સફાઈ કરી હતી. ઝૈનબ પાર્ક વિસ્તારમાં યોજાયેલા આ સફાઈ અભિયાન દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકરોએ હાથમાં ઝાડુ લઈને આસપાસના વિસ્તારમાં સફાઈ કરી હતી. જાહેર સ્થળો સ્વચ્છ રહે અને નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા જાળવવા તથા આસપાસનો વિસ્તાર કચરામુક્ત રાખવા અંગે પણ સંદેશ આપવામાં આવ્યો હતો. -> ઝૈનબ પાર્ક ખાતે સફાઈ અભિયાન : Ankleshwar શહેરના વિવિધ…

    Gujarat : થાર ગાડીમાંથી દારૂ ઝડપાયો: મધ્યપ્રદેશથી ધોળકા લવાતો ₹18 લાખનો મુદ્દામાલ જપ્ત Illegal Liquor Haul

    Gujarat મિત્રોને બર્થડે પાર્ટી આપવા માટે લઈ જવાતો દારૂ થારમાંથી પકડાયો: મધ્યપ્રદેશથી ધોળકા બોટલો લઈને જતો શખ્સ દબોચાયો, 18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત અમદાવાદ: Gujaratમાં દારૂબંધી હોવા છતાં અન્ય રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો ગુજરાતમાં લાવવાના પ્રયાસો સતત સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં પોલીસે વધુ એક કાર્યવાહી કરીને થાર ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હોવાની માહિતી સામે આવી છે. અહેવાલ મુજબ, મધ્યપ્રદેશમાંથી દારૂની બોટલો લઈને ધોળકા તરફ જઈ રહેલા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી આ દારૂ પોતાના મિત્રોની બર્થડે પાર્ટીમાં આપવા માટે લઈ જતો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.પોલીસે થાર ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવા ઉપરાંત વાહન સહિત કુલ 18 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *