ચમારિઆ ગામમાં જનજાગૃતિ લાવવા માટે રાત્રે ભાથીજી મહારાજ કથા કાર્યક્રમનું આયોજન

સંજેલી તાલુકાના ચમારિઆ ગામમાં ગ્રામ પંચાયત પાસેહોળી ફળિયામાં જય ગોગદેવ યુવા મંડળ સાંતા રોડ દ્વારા ક્ષત્રિય નાયક ભાથીજી મહારાજની કથાનું એક દિવસીય વર્ણન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.લોક જાગૃતિ અર્થે ભાથીજી મહારાજના આખ્યાનનો પ્રોગ્રામ રાત્રી દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સૌપ્રથમ ગણપતિની સ્તુતિ કરીને શરૂઆત કરવામાં આવી હતી.

 

 

આ આખ્યાનમાં આજુબાજુનાં ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેમાં ભાથીજી મહારાજે કરેલા જીવનના કાર્યો અને અનેક પાત્રો ભજવીને અંચબિત માહિતી આપવામાં આવી હતી. જેમાં નાના- નાના બાળકોને ખુબ આનંદ થયો હતો. ત્યારે લોકોએ રાત્રીના સમયે કડકડતી ઠંડીમાં ભાથીજી મહારાજ આખ્યાનનો લહાવો લીધો હતો.

 

Related Posts

CRPF કેમ્પ 2026 : આસામ CRPF કેમ્પ ઘટના : આસામમાં CRPF જવાને બે સાથીદારોની હત્યા કરી પોતે કર્યો આપઘાત Shocking

આસામના CRPF કેમ્પમાં ફરજ દરમિયાન બનેલી ગંભીર ઘટનામાં એક જવાને બે સાથી જવાનો પર ગોળીબાર કર્યો. ઘટનામાં ત્રણેયના મોત થયા. તપાસ શરૂ કરવામાં આવી છે. આસામના CRPF કેમ્પમાં ગોળીબારની ગંભીર ઘટના, ત્રણ જવાનોના મોતથી સુરક્ષા દળોમાં શોક આસામમાંથી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) સંબંધિત એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, રાજ્યમાં આવેલા એક CRPF કેમ્પમાં ફરજ પર તૈનાત એક જવાને અચાનક પોતાના બે સાથી જવાનો પર ગોળીબાર કર્યો. આ હુમલામાં બંને જવાનોના મોત થયા હતા. ત્યારબાદ તે જવાને પોતાને પણ ગોળી મારી દીધી, જેના કારણે તેનું પણ મોત થયું. આ ઘટનાએ સમગ્ર સુરક્ષા દળોમાં શોકની લાગણી ફેલાવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઘટના ફરજ દરમિયાન કેમ્પની અંદર બની હતી. ગોળીબારના અવાજ…

જસદણ ખનીજચોરી વિવાદ: ભાજપ નેતાનું નામ ખુલતા રાજકારણ ગરમાયું… 2026 Corruption

રાજકોટ રેન્જ ખનીજચોરી રેકેટમાં રાજકારણ ગરમાયું: જસદણ તાલુકા ભાજપ પ્રમુખનું નામ સામે આવતા ચર્ચા તેજ, પોલીસે ₹27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો  રાજકોટ ખનીજચોરી રેકેટ: જસદણ તાલુકા ભાજપ પ્રમુખનું નામ સામે આવ્યું, ₹27 લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટ રેન્જમાં ગેરકાયદેસર ખનીજચોરી મામલે જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે. પોલીસે કાર્યવાહી કરીને અંદાજે ₹27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. જાણો સમગ્ર મામલો. ગુજરાતમાં ગેરકાયદેસર ખનન સામે સરકાર અને પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજકોટ રેન્જમાં બહાર આવેલા એક ખનીજચોરી રેકેટે ફરી એકવાર રાજકીય અને વહીવટી તંત્રમાં ચર્ચા જગાવી છે. આ કેસમાં જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ સામે આવતાં સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. પોલીસે ગેરકાયદેસર ખનન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *