ગુજરાતનાં પ્રાચીન શહેર વડનગરમાં વિકાસનાં કામોની તૈયારી, અમિત શાહ કરશે લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતનાં પ્રવાસે છે. ત્યારે અમિત શાહ 16 જાન્યુઆરી, 2025ના રોજ મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ (પુરાતત્વ અનુભવ સંગ્રહાલય), પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા વિકાસકાર્યો પૂર્ણ થવાથી વડનગરની મુલાકાતે આવનારા પ્રવાસીઓને હવે એક નવો અનુભવ મળશે.

પ્રાચીનતમ શહેર વડનગરનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય છે. 2500 વર્ષ કરતાં વધુ સમયથી સતત ધબકતું રહેલું આ શહેર સાત અલગ અલગ રાજવંશોના શાસન હેઠળ રહ્યું છે. વડનગર મુખ્ય વ્યાપારી માર્ગ પર સ્થિત હોવાને લીધે હિંદુ, બૌદ્ધ, જૈન અને ઇસ્લામ ધર્મોના સંગમનું એક જીવંત કેન્દ્ર હતું.

આ શહેર સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરોનો અણમોલ ખજાનો છે. તમામ ઐતિહાસિક ખાસિયતો ધરાવતું હોવા છતાં લોકોથી અજાણ્યું રહેલું વડનગર તે સમયે દેશ અને દુનિયાના નકશા પર ઉભરી આવ્યું, જ્યારે અહીંની ભૂમિમાં જન્મેલા નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડનગરના ઐતિહાસિક મહત્વ અને પ્રવાસન સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તેની સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે પ્રેરિત કર્યા છે.

Related Posts

અકસ્માત પીડિતો માટે મોટી રાહત: હવે FIRથી લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુધીના દસ્તાવેજો મળશે મફતમાં

વાહન અકસ્માતના પીડિતો અને તેમના પરિવારજનો માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત બાદ વીમા ક્લેમ અને વળતર મેળવવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે માહિતી આયોગે એક…

અલ-નીનો સામે ગુજરાત સરકાર એલર્ટ: 300થી વધુ તળાવોમાં ભરાશે નર્મદાનું પાણી, સૌરાષ્ટ્રના ડેમો પણ થશે છલોછલ

રાજ્યમાં અલ-નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આગોતરા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાજ્યની પાણી, કૃષિ અને પશુપાલન સંબંધિત સજ્જતાની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *