
અમદાવાદના SP રિંગરોડ પર શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત
મંદિરેથી દર્શન કરી પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો
ટ્રકે દંપતીને અડફેટે લેતાં બંનેનું ઘટનાસ્થળ પર જ મોત

અમદાવાદના વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલા પાંજરાપોળ નજીક એક ટ્રકે બાઇકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બેફામ ગતિએ આવી રહેલી ટ્રકે બાઇકને ટક્કર મારતાં બાઇક પર સવાર દંપતિને 100 ફૂટ જેટલા ઢસેડ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું.પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક દંપતીની ઓળખ 62 વર્ષીય કાંતિભાઈ પટેલ અને 60 વર્ષીય દક્ષાબેન પટેલ તરીકે થઈ છે.ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર અકસ્માત સર્જાયા બાદ ટ્રક ડ્રાઇવર નાસી ગયો હતો, જ્યારે પોલીસનું કહેવું છે કે તેને ઝડપી પાડવામાં આવ્યો છે








