વલસાડનાં પારડીમાં નદીમાં એક યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતી દ્વારા પુલ પર થોડો સમય ઉભા રહ્યા બાદ અચાનક જ નદીમાં છલાંગ લગાવી હતી. આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક તરવૈયાઓને થતા તેઓ તાત્કાલીક દોડી આવ્યા હતા. અને યુવતીને બચાવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. મહામહેનતે તરવૈયાઓ દ્વારા યુવતીને બહાર કાઢવામાં આવી હતી.
આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતી કલાકારની નારાજગીને લઈ કીર્તિદાન ગઢવીનું નિવેદન, કહ્યું- વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે
ચંદ્રપુરનાં તરવૈયાઓએ સાડીની મદદથી યુવતીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ યુવતી દ્વારા સાડીનો છેડો પકડી લીધો હતો. જે બાદ મહા મહેનતે યુવતીને નદીમાંથી બહાર કાઢી તેનાં ઘરે સલામત રીતે મોકલવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો કોઈએ વીડિયો બનાવ્યો હતો. ત્યાર બાદ વીડિયો બે દિવસ બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તો વીડિયોનાં આધારે વલસાડ રૂરલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો :- Jamnagar : જામનગરમાં ખૂની ખેલ ખેલાયો, બે સગા ભાઈ પર હુમલાની ઘટનામાં એક ભાઈનું મોત
આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. યુવતીએ કયા કારણસર આ પગલું ભરવાનું નક્કી કર્યું. તે દિશામાં તપાસ શરુ કરાઈ છે. ત્યારે હાલ પોલીસે યુવતીનું નિવેદન લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે. જે બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








