અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, પથ્થરમારો કરીને બારીઓ તોડી

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેંસના ઓહાયો સ્થિત નિવાસસ્થાન પર હુમલો થવાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ અમેરિકાની રાજકીય સુરક્ષા વ્યવસ્થાને લઈને ચકચાર મચાવી છે. ન્યૂઝ અહેવાલ મુજબ એક શંકાસ્પદ વ્યક્તિ અચાનક વેંસના ઘરમાં ઘૂસી ગયો હતો અને તોડફોડ શરૂ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે હુમલાખોરે પથ્થરમારો કરીને ઘરની બારીઓ તોડી હતી. સદનસીબે આ સમયે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેંસ ઘરમાં હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે અને તેની કડક પૂછપરછ ચાલી રહી છે. હાલ તપાસ એજન્સીઓ એ બાબતની તપાસ કરી રહી છે કે હુમલો પાછળ શું કારણ હતું અને શું હુમલાખોરનો ઉદ્દેશ જે.ડી. વેંસ અથવા તેમના પરિવારના કોઈ સભ્યને નુકસાન પહોંચાડવાનો હતો.

ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાન પર થયેલા આ હુમલા બાદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે અને જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવશે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

બજેટને લઈ CM ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણાંમંત્રી મતિ નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલું 2026-27ના વર્ષનું બજેટ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ છે તેવો સ્પષ્ટ મત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

બજેટ પર પીએમ મોદીનું પહેલું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું

ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે લોકસભામાં દેશનું સામાન્ય બજેટ 2026 રજૂ કર્યું. આ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું બજેટ અને નાણામંત્રી નિર્મલા સીતારમણનું નવમું બજેટ છે. બજેટ રજૂ કરતી વખતે…