ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી થશે સંઘર્ષ ? જાણો કોણે આપી ચેતવણી

અમેરિકન થિંક ટેન્કે ચેતવણી આપી છે કે આતંકવાદને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તણાવ 2026માં સશસ્ત્ર સંઘર્ષમાં પરિણમી શકે છે. વધુમાં, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંઘર્ષની પણ આગાહી કરવામાં આવી છે. કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ (CFR) નામના થિંક ટેન્કે યુએસ વિદેશ નીતિ નિષ્ણાતોનો સર્વે કર્યો હતો. CFAR કહે છે કે બંને દેશો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષની શક્યતા યુએસ હિતોને અસર કરી શકે છે. CFR એ 2026 માં સંભવિત સંઘર્ષો પર એક અહેવાલ બહાર પાડ્યો છે. આ અહેવાલમાં પાકિસ્તાન દ્વારા સરહદ પાર આતંકવાદ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસનું યુદ્ધ થયું હતું. પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર શરૂ…