ઉનાના નવાબંદર નજીક મધદરિયે બોટ ડૂબી : 9 ખલાસીઓનો આબાદ બચાવ, જાણો વિગત

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદર પાસે દરિયામાં એક મોટી દુર્ઘટના ટળી છે. “વિજય સાગર” નામની માછીમારી બોટ મધદરિયે ડૂબી ગઈ, પરંતુ સદનસીબે બોટમાં સવાર 9 ખલાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો. નજીકમાં રહેલી અન્ય માછીમારી બોટના ખલાસીઓએ તાત્કાલિક મદદ પહોંચાડતા એક મોટી જાનહાનિ ટળી. શું બન્યું? બોટના પંખાનો એક મહત્વનો ભાગ તૂટી જતા બોટમાં પાણી ભરાવા લાગ્યું અને થોડી જ વારમાં બોટ ડૂબી ગઈ. 9 ખલાસીઓએ જીવ બચાવવા માટે ભારે સંઘર્ષ કર્યો. નજીકમાં રહેલી બીજી બોટના ખલાસીઓએ સમયસર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી અને તમામને સુરક્ષિત રીતે કિનારે પહોંચાડ્યા. બચાવ બાદની કામગીરી હાલ ડૂબેલી બોટને પાણીની સપાટી પરથી બહાર લાવવાની કામગીરી શરૂ થઈ છે. આશરે 10 થી 12 બોટોની મદદથી દોરડાથી બાંધીને બોટને કિનારે ખેંચવાની કોશિશ…

દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, જાણો વિગત

દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે અત્યારે શક્તિ વાવાઝોડું કમજોર પડી ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જમ્યો છે. વલસાડ, તાપી, ડાંગ અને સુરત સહિતના વિસ્તારોમાં 7 અને 8 ઓક્ટોબરના રોજ ભારે વરસાદ પડી શકે છે. વલસાડમાં સવારે 2થી 6 દરમિયાન એક ઈંચથી વધુ અને વાપીમાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ અને નેશનલ હાઈવે 56 પર ધીમીધારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ છે. ખેતી અને ખેડૂતો પર સીધી અસર ચોટીલા, ઉના અને મહુવા વિસ્તારમાં સતત ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે. અત્યારે ઊભા પાક જેમ કે ડાંગર,…