અબજો ડોલરના યુદ્ધજહાજો અને સબમરીન બચાવવા રશિયાનું ‘Mad Max’ કવચ
રશિયા-યુક્રેન યુદ્ધમાં ડ્રોનનો વધતો ઉપયોગ હવે માત્ર જમીન પરના યુદ્ધને જ નહીં, પરંતુ સમુદ્રી યુદ્ધની વ્યૂહરચનાને પણ બદલી રહ્યો છે. યુક્રેન તરફથી રશિયન નૌકાદળ અને કાળા સમુદ્રમાં આવેલા લશ્કરી તથા વ્યૂહાત્મક ઠેકાણાઓ સામે ડ્રોન હુમલાઓ વધતા રશિયાએ પોતાના કિંમતી નૌકાદળના સાધનોને બચાવવા માટે અસામાન્ય પ્રકારનું રક્ષણાત્મક કવચ તૈયાર કર્યું છે. રશિયન સબમરીન અને પેટ્રોલ બોટ પર લગાવવામાં આવેલી ધાતુની જાળી અને કેજ જેવી રચનાઓને કારણે તેમના દેખાવને કેટલાક સંરક્ષણ વિશ્લેષકો અને મીડિયાએ હોલીવુડની પોસ્ટ-એપોકેલિપ્ટિક ફિલ્મ ‘Mad Max’ સાથે સરખાવ્યો છે. જોકે આ માત્ર દેખાવનો મામલો નથી; આ ફેરફાર આધુનિક યુદ્ધમાં ડ્રોનથી ઊભા થયેલા નવા જોખમ સામે રશિયાની તાત્કાલિક અનુકૂલન વ્યૂહરચના દર્શાવે છે. સબમરીન પર પણ ‘કેજ’નું કવચ જુલાઈ 2026માં સામે આવેલી સેટેલાઇટ તસવીરોમાં રશિયાના બ્લેક સી…
યુક્રેનમાં ફરી ભારતીયો પર સંકટ: ઓડેસા બંદર નજીક વેપારી જહાજ પર હુમલો
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ફરી એકવાર ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા વધી છે. યુક્રેનના મહત્વપૂર્ણ ઓડેસા બંદર નજીક એક વેપારી જહાજ પર હુમલો થતાં તેમાં સવાર ચાર ભારતીય ક્રૂ મેમ્બર્સમાંથી બે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય બે ભારતીયોની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. કીવ સ્થિત ભારતીય દૂતાવાસે ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે તે સ્થાનિક સત્તાવાળાઓ અને સંબંધિત એજન્સીઓના સતત સંપર્કમાં છે. શું બની સમગ્ર ઘટના? ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, યુક્રેનના ઓડેસા બંદર પર ‘MV AGN Ragnar’ નામના વેપારી જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજમાં ચાર ભારતીય ક્રૂ મેમ્બર્સ ફરજ બજાવી રહ્યા હતા. હુમલા બાદ બે ભારતીયો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય બે અંગે હજુ સુધી સ્પષ્ટ…










