ભારત ચૂંટણી પંચ દ્વારા IICDEM-2026નું આયોજન, લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાપન પર વૈશ્વિક પરિષદ

ભારતનું ચૂંટણી પંચ (ECI) સૌપ્રથમ વખત ભારતની લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાપન પર આંતરરાષ્ટ્રીય પરિષદ (IICDEM) 2026 માટે સંપૂર્ણપણે તૈયાર છે. ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઈલેક્શન મેનેજમેન્ટ (IIIDEM) દ્વારા તા. 21 જાન્યુઆરીથી શરૂ થનારી 3-દિવસીય પરિષદ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશી સાથે ૨૧ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ ઉદ્ઘાટન સત્રમાં પ્રતિનિધિઓનું સ્વાગત કરશે. IICDEM 2026 એ લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાપનના ક્ષેત્રમાં ભારત દ્વારા આયોજિત આ પ્રકારની સૌથી મોટી વૈશ્વિક પરિષદ બનવા માટે તૈયાર છે. વિશ્વભરના 70 થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ કરતા લગભગ 100 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ, આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓ, ભારતમાં વિદેશી મિશનોના પ્રતિનિધિઓ અને ચૂંટણી ક્ષેત્રના નિષ્ણાતો તેમાં ભાગ લેશે.…

ગુજરાતમાં SIR દરમિયાન મોટા ખુલાસા, મતદાર યાદી શુદ્ધિકરણ તેજ

રાજ્યમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવીઝન (SIR) દરમિયાન ગુજરાતની મતદાર યાદીમાં અનેક મહત્વપૂર્ણ અને ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ચૂંટણી તંત્ર દ્વારા મતદારોના નામ, સરનામાં અને ઓળખની માહિતીની ઘેરાં મથક ઉપર જઈને ચકાસણી કરવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રક્રિયા ચૂંટણી વ્યવસ્થાને વધુ પારદર્શક, નિખાલસ અને વિશ્વસનીય બનાવવા માટે અગત્યની ગણાય છે. 1. રાજ્યમાં 1.15 લાખ રિપીટ મતદારોની ઓળખ SIRની કામગીરી દરમિયાન સૌથી મોટો ખુલાસો એ રહ્યો કે 1.15 લાખ મતદારો બે અથવા તેથી વધુ જગ્યાએ નોંધાયેલા હતા. આવા રિપીટ મતદારોની માહિતી ચકાસીને નામ એકસરખા કરવા અને નકલ દૂર કરવાની પ્રક્રિયા ઝડપી ગતિએ ચાલી રહી છે. તંત્રનું માનવું છે કે મતદાર યાદીની વિશ્વસનીયતા માટે આ સૌથી અગત્યનું પગલું છે. 2. 1 લાખ જેટલા મતદારો સરનામા પર…