ટેમ્બા બાવુમાએ સર્જ્યો ઇતિહાસ: પ્રથમ 12 ટેસ્ટમાં સૌથી વધુ જીત મેળવનારા કેપ્ટન

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ગુવાહાટીમાં ભારત સામેની ટેસ્ટ સીરિઝમાં ઇતિહાસ રચ્યો છે. દ્વિતીય ટેસ્ટમાં ભારતને 408 રનની વિશાળ હાર આપતાં દક્ષિણ આફ્રિકાએ માત્ર 25 વર્ષ બાદ ભારતની ધરતી પર સીરિઝ જીતવાનો કારનામો જ નહીં કર્યુ, પણ બાવુમાએ એક અનોખો વૈશ્વિક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. બાવુમાનો ઐતિહાસિક રેકોર્ડ ટેમ્બા બાવુમા પ્રથમ 12 ટેસ્ટ પછી સૌથી વધુ જીત મેળવનાર કેપ્ટન બની ગયા છે. – 12માંથી 11 ટેસ્ટ જીત – 1 ટેસ્ટ ડ્રો – કોઈ ટેસ્ટમાં હાર નહીં આ રેકોર્ડ ટેસ્ટ ક્રિકેટના 148 વર્ષના ઇતિહાસમાં કોઈ કેપ્ટન હાંસલ કરી શક્યો નથી. બેન સ્ટોક્સ (ઇંગ્લેન્ડ) અને લિન્ડસે હેસેટ (ઓસ્ટ્રેલિયા) તેમના પાછળ બીજા સ્થાને છે—બંનેએ પ્રથમ 12 ટેસ્ટમાં 10 જીત મેળવી હતી. 25 વર્ષની રાહ પછી ભારતે સીરિઝ ગુમાવી…

ઓસ્ટ્રેલિયા સામે ભારતીય મહિલા હોકી ટીમની નિરાશાજનક શરૂઆત, પ્રથમ ટેસ્ટમાં 0-2થી હાર

ભારતીય મહિલા હોકી ટીમે ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત નિરાશાજનક રીતે કરી છે. ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીની પહેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે 0-2થી હાર સ્વીકારી. ઘરઆંગણાની ઓસ્ટ્રેલિયન ટીમે એકતરફી રમતમાં પ્રભાવશાળી દેખાવ કર્યો હતો, જ્યારે ભારતીય ખેલાડીઓ મજબૂત પ્રતિસાદ આપવા નિષ્ફળ રહ્યા. ઓસ્ટ્રેલિયાની શરૂઆત મેચના 9મી મિનિટમાં કર્ટની શોનેલે પ્રથમ ગોલ કર્યો અને ઓસ્ટ્રેલિયાને લીડ અપાવી. ભારતીય ડિફેન્સ આ શરૂઆતથી જ દબાણમાં આવી ગઈ. ત્યાર બાદ આખા મેચ દરમિયાન ભારતીય ટીમે વારંવાર પેનલ્ટી કોર્નર્સ મેળવવા પ્રયત્ન કર્યો, પરંતુ ઓસ્ટ્રેલિયન ડિફેન્સ પાસે કોઈ ઉકેલ ન મળ્યો. અંતિમ ક્વાર્ટરમાં વિજય સુનિશ્ચિત થયો મેચના 52મિ મિનિટે ગ્રેસ સ્ટુઅરે ગોલ કરીને ઓસ્ટ્રેલિયાની જીતને સીલ કરી દીધી. ભારતે છેલ્લાં દસ મિનિટોમાં ગોલ કરવા ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ ઓસ્ટ્રેલિયન ગોલકીપર અને ડિફેન્સ ફાળ…