રાજ્યમાં આગામી સાત દિવસ હવામાન કેવું રહેશે? અહી જાણો….

B INDIA અમદાવાદ : રાજ્યનાં વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. થોડા દિવસ તાપમાનમાં ઘટાડો તો થોડા દિવસ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી સાત દિવસમાં ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધવાની આગાહી છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા માવઠા કે વરસાદની કોઈ સંભાવનાઓ વ્યક્ત કરી નથી. હવામાન ડ્રાય રહેવાની આગાહી છે. હવામાન વિભાગે આપેલા લઘુત્તમ આંકડા પ્રમાણે વાત કરીએ તો, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 12.8 ડિગ્રી નોંધાયું છે. આજે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં…