વિશ્વપ્રસિદ્ધ ‘ૐ પર્વત’ પર બરફ ઓગળી રહ્યો છે: પર્યાવરણવિદો ચિંતિત
હિમાલયની પવિત્ર અને કુદરતી રીતે બરફથી રચાતી ‘ૐ’ આકૃતિ માટે જાણીતા ‘ૐ પર્વત’ પરથી બરફ ઓગળી રહ્યો છે અને પર્વત કાળો પડતો જાય છે. આ ઘટનાએ પર્યાવરણવિદો અને શ્રદ્ધાળુઓમાં ભારે ચિંતા સર્જી છે. પર્વત પર અસરના કારણો – પર્યાવરણ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ સ્થિતિ પાછળના મુખ્ય કારણો છે: – ગ્લોબલ વોર્મિંગ અને વૈશ્વિક તાપમાનમાં વધારો – ઉંચાઈવાળા વિસ્તારોમાં માનવીય પ્રવૃત્તિ અને પર્યટન દબાણ – ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને અવ્યવસ્થિત વિકાસ નિષ્ણાતોનું માનવું છે કે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે અને માનવીય હસ્તક્ષેપ ઓછો ન કરવામાં આવે, તો આ દુર્લભ પ્રાકૃતિક ધરોહર કાયમ માટે લુપ્ત થઈ શકે છે. પર્યાવરણ અને પર્યટન માટે ચેતવણી – હિમાલયની ટોચ પર વધી રહેલી માનવીય પ્રવૃત્તિઓ સાથે બરફ ઓગળવાની ઝડપ વધી રહી…







