Bhai Dooj 2025: યમ દ્વિતીયા તરીકે ઓળખાતા આ તહેવારનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ જાણો

દિવાળીના બે દિવસ પછી ઉજવાતો ભાઈબીજ કે જેને યમ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ભાઈ-બહેનના પ્રેમ અને સ્નેહનો તહેવાર છે. આ દિવસે બહેનો તેમના ભાઈના લાંબા આયુષ્ય, સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈઓ બહેનોને ભેટ આપી તેમની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લે છે. યમ દ્વિતીયા કેમ કહેવાય છે? પ્રાચીન માન્યતા અનુસાર, યમરાજ પોતાની બહેન યમુનાના ઘરે ગયા હતા. યમુનાએ તેમના સ્વાગત માટે તિલક લગાવ્યો, આરતી કરી અને ભોજન કરાવ્યું. યમરાજે ખુશ થઈને આશીર્વાદ આપ્યો કે જે કોઈ ભાઈ આ દિવસે પોતાની બહેનના ઘરે જશે અને તિલક કરાવશે, તે લાંબુ આયુષ્ય પામશે. ત્યારથી આ દિવસ યમ દ્વિતીયા તરીકે ઓળખાય છે. ભાઈબીજ 2025 માટે શુભ મુહૂર્ત: – અભિજીત મુહૂર્ત: સવારે 11:43 થી બપોરે 12:28…