T-20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન રમશે કે નહીં? પીએમ શાહબાઝ શરીફ સાથે PCB ચીફની બેઠક બાદ સસ્પેન્સ

વર્ષ 2026માં યોજાનારા T-20 ક્રિકેટ વર્લ્ડ કપને લઈને પાકિસ્તાનની ભાગીદારી પર સસ્પેન્સ હજુ યથાવત છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ આ મુદ્દે અંતિમ નિર્ણય સરકાર પર છોડી દેતા ફરી એકવાર અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે. આ સંદર્ભમાં પીસીબી ચીફ મોહસિન નકવીએ 26 જાન્યુઆરીએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી, જેના કારણે ક્રિકેટ જગતમાં ચર્ચા તેજ બની છે. વડાપ્રધાન સાથેની બેઠક બાદ શું કહ્યું નકવીએ? વડાપ્રધાન સાથેની બેઠક બાદ મોહસિન નકવીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપતા જણાવ્યું કે, “વડાપ્રધાન મિયાં મુહમ્મદ શાહબાઝ શરીફ સાથે સકારાત્મક બેઠક યોજાઈ. મેં તેમને આઈસીસી (ICC) સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ અને પરિસ્થિતિની વિગતવાર જાણકારી આપી છે. વડાપ્રધાને તમામ વિકલ્પો ખુલ્લા રાખીને સમસ્યાનો ઉકેલ લાવવા સૂચના આપી છે. આ મામલે અંતિમ નિર્ણય કાં તો…

પાકિસ્તાન : પરમાણુ બટનથી લઈને તમામ નિર્ણય હવે સેનાના હાથમાં?, અસીમ મુનીર બનશે પાકિસ્તાનના “સુપર પીએમ”

પાકિસ્તાનમાં સૈન્યને વધુ શક્તિ આપવાનો એક ઐતિહાસિક અને વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. શાહબાઝ શરીફ સરકાર પાકિસ્તાનના બંધારણમાં 27મો સુધારો (27th Constitutional Amendment) રજૂ કરવાની તૈયારીમાં છે, જેના કારણે આર્મી ચીફ અસીમ મુનીરને દેશનો પ્રથમ “ફિલ્ડ માર્શલ” બનાવવામાં આવશે અને તેમને અમર્યાદિત સત્તાઓ મળશે. આ સુધારો પસાર થયા બાદ, પાકિસ્તાનમાં સૈન્યને પરમાણુ હુમલા સહિતના તમામ વ્યૂહાત્મક અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત નિર્ણયોમાં અંતિમ શબ્દ મળશે એટલે કે, પરમાણુ બટનથી લઈને નીતિ નિર્ણય સુધી સૈન્યનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે. ફિલ્ડ માર્શલ પદથી શરૂ થશે “નવો પાકિસ્તાન” સૂત્રો અનુસાર, આ સુધારો 7 નવેમ્બરે સેનેટમાં રજૂ થવાનો છે, અને તે ટૂંક સમયમાં પસાર થવાની શક્યતા છે. નવી જોગવાઈઓ અનુસાર ફિલ્ડ માર્શલ નામનું નવું બંધારણીય પદ બનાવવામાં આવશે, જેનો કાર્યકાળ રાષ્ટ્રપતિ…

શાહબાઝે ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો, શાંતિ મંત્રણાની અપીલ પણ કરી

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર ભારત સાથે શાંતિ મંત્રણાની અપીલ કરી છે. જોકે, સાથે જ તેઓએ જમ્મુ-કાશ્મીર સહિતના “પડતર મુદ્દાઓ” ઉકેલવાની જરૂરિયાત પણ રજુ કરી છે, જેને લઈને ભારતે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથે હવે કોઈ વાતચીત ફક્ત પીઓકે (પાક અધિકૃત કાશ્મીર) અને આતંકવાદના મુદ્દા પર જ થશે. ઓપરેશન સિંદૂરની પૃષ્ઠભૂમિમાં શાહબાઝની અપીલ આ ટિપ્પણી શાહબાઝે “થેંક્સગિવિંગ ડે (યમ-એ-તશકુર)” નિમિત્તે આપી હતી. આ દિવસ ઓપરેશન સિંદૂર દરમિયાન માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો. શાહબાઝે કહ્યું, “ભારત અને પાકિસ્તાન ત્રણ યુદ્ધો લડી ચૂક્યા છે, છતાં કંઈ હાંસલ થયું નથી.” તેમણે જણાવ્યું કે હવે બંને દેશોએ શાંતિના માર્ગે આગળ વધવું જોઈએ અને ચર્ચા દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવો જોઈએ. કાશ્મીર મુદ્દો…