ભારત સરકારે કરેલ એર સ્ટ્રાઇક બાદ સુરક્ષા કારણો સર કરતારપુર કોરિડોર કર્યો બંધ

પાકિસ્તાન અને પીઓકેમાં ભારતીય સૈન્યના હુમલાને પગલે પંજાબના ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક સ્થિત કરતારપુર કોરિડોર બુધવારે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાન અને પીઓકેમાં ભારતીય સેનાએ નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલાની પૃષ્ઠભૂમિમાં સાવચેતીના પગલાં રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કરતારપુર કોરિડોર ભારતના ડેરા બાબા નાનકને પાકિસ્તાનના કરતારપુર સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબ સાથે જોડે છે, જ્યાં શીખ ધર્મના સ્થાપક શ્રી ગુરુ નાનક દેવે જીવનના છેલ્લાં દિવસો વિતાવ્યા હતા. આ સ્થળ શીખ સમુદાય માટે ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વ ધરાવે છે.

તણાવ વચ્ચે બુધવારે મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુઓ ગુરદાસપુર પહોંચ્યા હતા, પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ તેમને પાછા ફરવાનું કહેવામાં આવ્યું હતું. કરતારપુર કોરિડોર મારફતે દરરોજ 5000 શ્રદ્ધાળુઓ વિઝા વિના પાર્શ્વવર્તી દેશે જતા હોય છે.

આ કોરિડોરનું ઉદ્ઘાટન 9 નવેમ્બર 2019ના રોજ ગુરુ નાનક દેવજીની ૫૫૦મી જન્મજયંતિ નિમિત્તે ભારત અને પાકિસ્તાન સરકાર વચ્ચે થયેલા કરાર આધારે કરવામાં આવ્યું હતું.

Related Posts

1 October 2026નું રાશિફળ: નવા મહિનાની નવી શરૂઆત, જાણો 12 રાશિ માટે કેવો રહેશે દિવસ….

1 October 2026, ગુરુવારથી નવા મહિનાની શરૂઆત થઈ રહી છે. જ્યોતિષ આધારિત દૈનિક રાશિફળ મુજબ આ દિવસમાં કરિયર, પૈસા, પરિવાર અને સંબંધોને લઈને કેટલીક રાશિઓ માટે નવી તકો ઊભી થઈ શકે છે, જ્યારે કેટલીક રાશિઓએ મહત્વના નિર્ણય લેતી વખતે ઉતાવળ ટાળવાની સલાહ આપવામાં આવી છે. વિવિધ જ્યોતિષીય સ્ત્રોતો 1 Octoberના દિવસે વ્યવહારુ વિચાર, સંવાદ અને જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરે છે. જોકે રાશિફળ સામાન્ય જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત હોય છે અને વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામ અલગ હોઈ શકે છે. મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે 1 Octoberનો દિવસ વાતચીત અને મહત્વપૂર્ણ નિર્ણયોને લઈને ધ્યાન ખેંચી શકે છે. કોઈ વ્યક્તિ સાથે થતી સામાન્ય વાતચીત પણ આગળ જઈને મહત્વપૂર્ણ બની શકે છે, તેથી બોલતા પહેલાં વિચારવું…

ઠક્કરનગર વિસ્તારમાં Traffic કર્મીએ ટ્રક પર ઈંટ મારી Brutality 2026

ઠક્કરનગર વિસ્તારમાંTraffic કર્મીએ ટ્રક પર ઈંટ મારી: નો-એન્ટ્રીમાં જતાં ટ્રકને રોકવા પોલીસકર્મીએ ઈશારો કર્યો, ડ્રાઈવરે ટ્રક ચઢાવવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાંTraffic પોલીસ અને ટ્રક ડ્રાઈવર વચ્ચે થયેલી એક ઘટનાનો વીડિયો સામે આવતા ચર્ચા શરૂ થઈ છે. પ્રાથમિક અહેવાલો મુજબ, નો-એન્ટ્રી વિસ્તારમાં પ્રવેશી રહેલા એક ટ્રકને ટ્રાફિક કર્મીએ રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસકર્મીએ ટ્રક ડ્રાઈવરને રોકવા માટે ઈશારો કર્યો હોવા છતાં ટ્રક આગળ વધ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ડ્રાઈવરે ટ્રક પોલીસકર્મી તરફ ચઢાવવાનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે. ટ્રકને રોકવા માટે પોલીસકર્મીએ રસ્તા પરથી ઈંટ અથવા પથ્થર જેવી વસ્તુ ઉઠાવીને ટ્રક તરફ ફેંકી હોવાનો પણ દાવો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જોકે, સમગ્ર ઘટનાની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *