દુનિયામાં ટ્રેડ, ટેકનોલોજી અને રેયર અર્થ મિનરલ્સ હથિયાર બની રહ્યા છે: PM મોદી, India–EU FTA નું મહત્વ સમજાવ્યું

ભારત–યુરોપિયન યુનિયન (EU) બિઝનેસ ફોરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક અર્થવ્યવસ્થાના બદલાતા પરિસ્થિતિ પર ગંભીર સંબોધન કર્યું. તેમણે જણાવ્યું કે આજે વેપાર, ટેક્નોલોજી અને રેયર અર્થ મિનરલ્સનો ઉપયોગ હથિયાર તરીકે થઈ રહ્યો છે. તેમ છતાં, વડાપ્રધાન મોદીએ કોઈ દેશનું નામ લીધું નહોતું, પરંતુ તેમના નિવેદનને ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક ટ્રેડ અને ટેરિફ નીતિઓ માટે પરોક્ષ સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ India–EU વચ્ચે થયેલા ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ને “નવા યુગની શરૂઆત” ગણાવી અને જણાવ્યું કે આ કરાર માત્ર આર્થિક સહયોગ પૂરતો સીમિત નથી, પરંતુ વૈશ્વિક સ્તરે વિશ્વસનીય, સ્થિર અને ભવિષ્યમુખી સપ્લાય ચેઇનનું નિર્માણ કરવાનું મહત્વપૂર્ણ પગલું છે. તેમણે આંકડાઓ સાથે India–EU સંબંધોની ઊંડાઈ દર્શાવી. EU ના દેશોમાં ભારતીય રોકાણ આશરે 40 અબજ યુરો છે, જ્યારે…

‘ટેરિફ વોર’ વચ્ચે ટ્રમ્પ પહેલીવાર શી જિનપિંગને મળશે, દુનિયાની નજર દક્ષિણ કોરિયા પર

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ‘ટેરિફ વોર’ અને દુર્લભ પૃથ્વી ખનિજો પરના નિકાસ પ્રતિબંધોની ધમકીઓ વચ્ચે હવે એક મોટું રાજદ્વારી અધ્યાય ખુલવા જઈ રહ્યું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પહેલીવાર રૂબરૂ મળશે. આ મુલાકાત દક્ષિણ કોરિયામાં યોજાનારી એશિયા-પેસિફિક આર્થિક સહયોગ સમિટ (APEC 2025) દરમિયાન થવાની છે. આ બેઠક પર વિશ્વની નજર ટકેલી છે. કારણ કે બંને નેતાઓ વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચેના વધતા તણાવને હળવો કરવાની કોશિશ કરશે કે નહીં તે જોવાનું રહેશે. ટ્રમ્પ-શી બેઠક 30 ઑક્ટોબરે થવાની સંભાવના ચીનના વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ 30 ઑક્ટોબરથી 1 નવેમ્બર સુધી દક્ષિણ કોરિયાની મુલાકાત લેશે અને APEC સમિટમાં ભાગ લેશે. • દ્વિપક્ષીય બેઠકની પુષ્ટિ: ચીન તરફથી સત્તાવાર…