રાજ્ય સરકારે પ્રભારી મંત્રીઓની કરી જાહેરાત, જુઓ સંપૂર્ણ લિસ્ટ

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓને હવે વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. આ દરમિયાન હવે મંત્રીઓને તેમના પ્રભારી જિલ્લાઓની ફાળવણી કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ અંગેનો સત્તાવાર આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે. તમામ મંત્રીઓને લગભગ બે જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી આ ઉપરાંત 6 જેટલા મંત્રીઓને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપાઈ છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના જૂના મંત્રીઓ કે જેમને રિપીટ કરવામાં આવી છે. આ તમામ મંત્રીઓને જે ફાળવવામાં આવ્યા હતા તે જિલ્લાઓ યથાવત રાખવામાં આવ્યા છે. બીજી તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગાંધીનગર તથા અને વડોદરાના પ્રભારી મંત્રી તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. જુઓ સંપૂર્ણ લિસ્ટ   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india…