કેનેડાના આગામી વડાપ્રધાન તરીકે ભારતીય મૂળના અનિતા આનંદની મજબૂત દાવેદારી

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ તેમના અનુગામીને લઇને રાજકીય વર્તુળોમાં હલચલ વધુ તેજ બની છે. કેનેડાના આગામી વડાપ્રધાનની રેસમાં અનિતા આનંદ, ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ અને માર્ક કાર્ને જેવા અગ્રણી નામો ઉભરી રહ્યા છે. આ પૈકી, ભારતીય મૂળના નેતા અનિતા આનંદને તેમના અસરકારક શાસન અને જાહેર સેવાના સારા રેકોર્ડને કારણે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. જો અનિતા આનંદ કેનેડાના પીએમ બને છે, તો એવી આશા રાખી શકાય છે કે ભારત સાથે કેનેડાના સંબંધો ફરી સારા બની શકે છે, જે ટ્રુડોના સમયમાં સૌથી નીચા સ્તરે આવ્યા હતા. કેનેડામાં ભારતીય મૂળના લોકોની નોંધપાત્ર સંખ્યા છે. આ કારણથી ભારતીય મૂળની વ્યક્તિનું પીએમ બનવું ભારત માટે સારા સંકેત આપી શકે છે. આ પહેલા ટ્રુડોના શાસનકાળ દરમિયાન ભારત પર હરદીપ…